Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ દિ'થી પડતા અનરાધાર વરસાદે સર્જી તબાહીઃ ૪૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતરઃ ર૪ નદીઓ ભયજનક સપાટીથી ઉપર
અમદાવાદ તા. ર૯: ગુજરાતમાં મેઘતાંડવે તારાજી સર્જી છે, અને હાહાકાર મચ્યો છે. ર૮ નામોત થયા છે, જ્યારે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી હોવાનું જાણવા મળેછે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ અને પૂરના કારણે લગભગ ર૬ લોકોના મોત થયા છે. ર૪ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ઘણાં વિસ્તારો ૧૦-૧ર ફૂટ પાણીમાં ડૂબી ગયા છે. રસ્તાઓ પર ગાડીઓ તરતી રહે છે. ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે ગુજરાતના ૧૧ જિલ્લામાં રેદ એલર્ટ અને રર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં પૂર અને વરસાદના કારણે મૃત્યુઆંક વધીને ર૮ થઈ ગયો છે. આ મૃત્યુ રાજકોટ, આણંદ, મહિસાગર, ખેડા, અમદાવાદ, મોરબી, જૂનાગઢ અને ભરૂચ જિલ્લામાંથી થયા છે. તે જ સમયે ૪૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
બુધવારે ચોથા દિવસે પણ ગુજરાતના અનેક શહેરોમાં સતત વરસાદ પડ્યો હતો. વડોદરામાં સ્થિતિ ચિંતાજનક છે. અહીં કેટલાક વિસ્તારો ૧૦ થી ૧ર ફૂટ પાણીમાં ગરકાવ છે. રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફનું બચાવ કાર્ય ચાલુ છે.
હવામાન વિભાગે ગુજરાતના ૧૧ જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ અને રર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આજે ગુરૂવારે પણ ભારે વરસાદની સંભાવના છે. આઈએમડી એ જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમાં કચ્છ, દ્વારકા,જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ સાથે જ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં પ૦ થી ર૦૦ મી.મી. વરસાદ નોંધાયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૧૮પ મી.મી. વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આજે પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. વડોદરામાં ભારે વરસાદને કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતાં અને રસ્તાઓ, ઈમારતો અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. મોરબીમાં પુલ ક્રોસ કરતી વખતે એક ટ્રેક્ટર ટ્રોલી વહી ગયું હતું. તેમાં મુસાફરી કરી રહેલા લોકો ગુમ થયા હતાં. બાદમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતાં.
ગુજરાતમાં વિનાશક પૂર અંગે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી. પરિસ્થિતિની સમીક્ષા કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી. સીએમ પટેલે લોકોને બચાવવા માટે અનેક ટીમો તૈનાત કરી છે. લોકોને સતત બચાવવામાં આવી રહ્યા છે. તેમને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. વડોદરામાં અત્યાર સુધીમાં પ૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને અન્ય ૧ર૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial