Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરાઉ ફોન ખરીદનાર વેપારીની કરાઈ ધરપકડઃ
જામનગર તા. ૨૯: જામનગરના એક આસામીનો દોઢ વર્ષ પહેલાં ફોન ચોરાઈ ગયો હતો. તે ફોન પોલીસે સર્વેલન્સમાં મૂકાવ્યા પછી તેમાં સીમકાર્ડ ચઢતા જ તેની જાણ પોલીસને થઈ ગઈ હતી. તેની તપાસ માટે છેક મોરબી જિલ્લાના વાંકાનેર અને રાજા વડલા ગામમાં પહોંચેલી પોલીસે તે ચોરાઉ ફોન ખરીદનાર વેપારીની ધરપકડ કરી લીધી છે. આ બનાવ બીલ વગરના ફોન ખરીદતા લોકો માટે ચેતવણીરૂપ છે.
જામનગરના એક આસામીએ દોઢેક વર્ષ ૫હેલા પોતાનો રૃા.૧૫ હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે તે મોબાઈલને સર્વેલન્સમાં મૂકાવ્યો હતો.
આટલા સમય સુધી તે મોબાઈલ સ્વિચ ઓફ રાખવામાં આવ્યા પછી તેમાં એક કંપનીનું સીમકાર્ડ ચઢાવવામાં આવતા પોલીસને તેનો મેસેજ મળ્યો હતો. જેના પગલે પોલીસે સીમકાર્ડની તપાસ શરૂ કરતા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામના સાહિલ જાહિદભાઈ નામના શખ્સના નામે સીમકાર્ડ હોવાની વિગત ખૂલી હતી. ત્યાં ધસી ગયેલી પોલીસે સાહિલની પૂછપરછ કરતા તેણે આ ફોન પોતાના મિત્ર પરવેઝ યુનુસ મહેસાણીયા જે દુકાન ચલાવે છે ત્યાંથી લીધાની કેફિયત આપી હતી અને સીમકાર્ડ ચઢાવ્યા પછી ફોન હેન્ગ થતો હોવાથી પરત આપી દીધો હોવાનું કહેતા પરવેઝ યુનુસને વાંકાનેરમાંથી પોલીસે શોધી કાઢ્યો હતો. તેણે આ ફોન પોતાની દુકાને કોઈ અજાણ્યો શખ્સ વેચી ગયાની કેફિયત આપી હતી. તે ફોન બીલ વગર હોવા છતાં અને ચોરીનો હોવાની શક્યતા હોવા છતાં પરવેઝે તે ફોન ખરીદ્યો હોય પોલીસે તેની સામે આઈપીસી ૩૭૯, ૪૧૧ હેઠળ ગુન્હો નોંધી પરવેઝની ધરપકડ કરી છે અને રૃા.૧૫ હજારનો ફોન કબજે કરી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial