Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા-ચરકલા-લીમડી હાઈ-વે જળમગ્ન થતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો

ઠેર-ઠેર વરસાદી પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો

દ્વારકા તા. ર૯: દ્વારકા-ચરકલા-લીમડી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે

દ્વારકામાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. જેમાં ચરકલા હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. દ્વારકાથી ચરકલા લીમડી હાઈવે રોડ પાણી પાણી થયો છે. પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

યાત્રાધામ દ્વારકામાં આવેલ ચરકલા હાઈવે રોડ વરસાદી પાણી આવતા વાહન ચાલકો હેરાન થયા છે. જેમાં દ્વારકાથી ચરકલા લીમડી હાઈવે રોડ પર વરસાદી પાણી ફરી વળતા આ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. આ વિસ્તારમાં રહેતા ખેડૂતોનું જનજીવન પ્રભાવિત થયું છે. તેમજ અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શકયતા રહેલી છે. આજે પવનની ઝડપ પ્રતિ કલાકે ૩૩ કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ ૩૦ થી ૩૧ દરમિયાન તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શકયતા છે.

જામનગર જિલ્લામાં આજે વરસાદ પડવાની શકયતા છે. તેમજ આગામી તારીખ ૩૦ થી ૩૧ દરમિયાન કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શકયતા છે. મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે ૩૩ કિમીની રહેવાની શકયતા છે. તેમજ ભારે વરસાદ પડવાની શકયતા છે. મોરબી જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડવાની પણ શકયતા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh