Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં નદી, જળાશયો, તળાવ અને દરિયાકાંઠે અવર-જવર કરવા પર પ્રતિબંધ

ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે

જામનગર તા. ર૯: સમગ્ર જિલ્લામાં વિવિધ જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં નાહવા પડેલા વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાનમાં આવી છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા જામનગર જિલ્લામાં પણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે મોટભાગના ડેમો ભરાઈ જવાથી ઓવરફ્લો થઈને નદીઓમાં પાણી વહી રહ્યા છે. આવા સમયમાં નદીઓમાં જળ પ્રવાહ વધી જાય છે. જેના કારણે જળાશયો કે નદીઓના પાણી જોવા જવાના કે નહાવા જવાના કિસ્સામાં નદી કે જળાશયોમાં પડી જવાથી માનવ ઈજા અને માનવ મૃત્યુ થયા હોવાની ઘટના બનવા પામતી હોય છે.

આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે. ડેમ, જળાશય કે નદી કાંઠે નાહવા કે અન્ય કારણોસર જવા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે અને પૂર્વ તકેદારીના ભાગ રૂપે નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળોએ કે જ્યાં વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયેલા હોય તેવા જળાશયોમાં નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવા અંગે ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી સૂચના મળેલી છે.

જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ર૦ર૩ ની કલમ-૧૬૩ અન્વયે તેમને મળેલ સત્તાની રૂએ જામનગર જિલ્લાના તમામ જળાશયો નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ, સિંચાઈ યોજનાઓ વગેરે પર નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉક્ત જાહેરનામું આગામી તા. ર૬-૯-ર૦ર૪ સુધી અમલમાં રહેશે. જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનારી વ્યક્તિ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ર૦ર૩ ની કલમ રર૩ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh