Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.ર૯ : જામનગરમાં ફૂંકાયેલા તેજીલા વાયરાઓના પગલે મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. તેજીલા વાયરા અને વરસાદી વાતાવરણના પગલે છેલ્લા છ દિવસમાં મહતમ તાપમાનનો પારો ધીમે ધીમે ૭.૭ ડિગ્રી સુધી નીચે સરકીને ર૬.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો.
જામનગરમાં તિવ્ર ગતિએ પવનો ફુંકાઈ રહ્યા છે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ પ૦ થી પપ કિમીએ પહોંચી ગઈ હતી. જેના પગલે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતાં. અત્યંત તેજીલા વાયરાઓના પગલે મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.
જામનગરમાં ફૂકાયેલા તેજીલા વાયરાઓ અને સતત પડી રહેલા વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નગરમાં છેલ્લા ૬ દિવસમાં મહતમ તાપમાનનો પારો ૭.૭ ડિગ્રી સુધી નીચે સરકીને ર૬.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો.
જામનગરમાં આજે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પોણા ડિગ્રીથી વધુ વધીને લઘુતમ તાપમાન ર૪.૮ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૭% રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial