Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટરની પાઈપલાઈનો માટે બૂરેલા ખાડાઓ પુનઃ સજીવન થતા અસંખ્ય વાહનો ફસાયા
જામનગર તા. ર૯: જામનગરના રવિપાર્ક ટાઉનશીપની શેરી નં. ૬ (બી)માં ભારે વરસાદ વચ્ચે સ્થાનિક રહીશો જાણે વૃક્ષારોપણ કરી રહ્યા હોય, તેવા દૃશ્યો સર્જાયા હતા, અને કુતૂહલ ફેલાયું હતું.
વાસ્તવમાં ત્રણ-ચાર દિવસથી પડી રહેલા સતત વરસાદ દરમિયાન તાજેતરમાં ભૂગર્ભ ગટર માટે ખોદીને ખૂરી દેવાયેલા લાંબા ખાડાઓમાંથી ધૂળ-માટી રોડ પર આવી ગઈ હતી, અને એ ખાડાઓ, ખુલ્લા થઈ ગયા હતાં. સતત વરસાદ પડી રહ્યો હોવાથી ભરાયેલા પાણી વચ્ચે આ ખાડાઓ દેખાતા નહીં હોવાથી તેમાં કાર, રિક્ષા અને દ્વિચક્રી વાહનો ફસાઈ પડ્યા હતા, અને તે પછી ભારે મહેનત કરીને અન્ય વાહનો તથા લોકોની મદદથી બહાર કઢાયા હતાં. આ રીતે ફસાઈને બહાર નીકળેલા વાહનોના સ્થાનિક માલિકોએ બીજા વાહનો જળમગ્ન ખાડાઓનો ભોગ બને નહીં, તે માટે ત્યાં એક-બે લોખંડના સ્ટડ (સળીયા) ઉભા કર્યા હતા, પરંતુ અંધરાધાર વરસાદ તથા વિઝિબિલિટી ઓછી હોવાથી વાહનો ફસાવાનો સીલસીલો ચાલુ રહ્યા પછી સ્થાનિક રહીશોએ ત્યાં વૃક્ષોની પવનમાં ધરાશાયી થઈ ગયેલી મોટી મોટી ડાળીઓ એકત્રિત કરીને ત્યાં રોપી દીધી હતી, જેથી રોડની વચ્ચોવચ્ચ જાણે વૃક્ષો રોપાયા હોય, તેવા દૃશ્યો ઉભા થયા હતાં.
રવિપાર્કમાં આ શેરી નંબર ૬(બી) માં ઠેર-ઠેર ખાડા, ભૂગર્ભગટર તથા પાણીની પાઈપલાઈનોની સમસ્યા, સ્ટ્રીટલાઈટોના ધાંધિયા અને વીજળીના ધાંધિયાના કારણે સ્થાનિક સતત પરેશાન થતા જ રહે છે, આ શેરીમાં સડકના ઢાળની અસમતુલાના કારણે ચાલુ દિવસોમાં પણ પાણીનો ભરાવો થતો રહે છે, જ્યારે ચોમાસાના પાણીના નિકાલ માટે પણ કોઈ જ વ્યવસ્થા નથી, તેથી આ શેરી જાણે અણમાનીતી હોય તેવી લાગણી સ્થાનિકો અનુભવી રહ્યા છે. આમ તો અન્ય શેરીઓની સ્થિતિ પણ કાંઈ બહુ સારી નથી, પરંતુ શેરી નં. ૬(બી) પ્રત્યે સેવાતુ દુર્લક્ષ્ય જોતા ત્યાંના રહીશો હવે મતદાનનો જ બહિષ્કાર કરે તો જ નવાઈ જેવું નહીં હોય.
નગરની સ્થિતિ નિહાળવા નીકળેલી 'નોબત'ની ટીમે આ દૃશ્યો જોતા 'કલીક' કરી લીધા હતા અને સ્થાનિકોની વેદના જાણી હતી. ભૂગર્ભ ગટરના આ લાંબા ખાડાઓ તત્કાળ મજબૂત રીતે બૂરાય અને આ ટાઉનશીપની તમામ શેરીઓની સમાન રીતે સફાઈ-મરામત થાય, અને તવો સીસી રોડ પૂરતી ચકાસણી કરીને મજબૂત બને તથા ગટર-વરસાદી પાણીનો નિકાલ વ્યવસ્થિત થાય, તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial