Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાહનો તણાયાઃ ઈમારતોને નુકસાન, ગંદકીનું સામ્રાજ્ય
જામનગરમાં ગત તા. ૨૫ થી આજે તા. ૨૯ સુધી વરસેલા અવિરત વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાય હતી અને અનેક વિસ્તારો ડૂબી ગયા હતાં. સૌપ્રથમ શહેરનાં ઘાંચીની ખડકી વિસ્તારમાં પૂર આવતા ત્યાંથી સૈંકડો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કોર્પોરેટર જેનબબેન ખફી સહિતનાં આગેવાનો લોકોની વ્હારે આવ્યા હતાં. આ વિસ્તારમાં એક ટ્રક તણાયો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. વ્હોરાનાં હજીરા સંલગ્ન નાગેશ્વર વિસ્તારનો પ્રવેશદ્વાર ડૂબી જતા નાગેશ્વર વિસ્તાર સંપર્ક વિહોણા થઈ ગયો હતો. ગુલાબ નગર, રાજમોતી ટાઉનશીપ અન્નપૂર્ણા ચોકડી આસપાસ લાલવાડી તથા મહાપ્રભુજીની બેઠક નજીકનો વિસ્તાર, ભોઇવાડો અને ગાંધીનગર પાછળ પુનિતનગર તથા રામેશ ્વર નગર પાછળનો વિસ્તાર, રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક, જડેશ્વર પાર્ક સહિતની સોસાયટીઓ વગેરે વિસ્તારો પૂર પ્રભાવિત રહ્યા હતાં. પૂરનાં પાણી ઓસરતા અસરગ્રસ્ત વિસ્તારોમાં તારાજી નાં દ્રશ્યો સામે આવ્યા છે.પૂરમાં કેટલાય વાહન ગુમ થઇ ગયા છે જે હજુ મળ્યા નથી. કેટલાક વાહનોમાં ભારે નુકસાન થયું છે. ઈમારતોને પણ ક્ષતિ પહોંચી છે. મહાપ્રભુજીની બેઠક પાસે તો હંગામી પોલીસ ચોકી જ તણાઇ ગઇ હતી. વ્હોરાનાં હજીરાથી સુભાષબ્રીજ તરફ જતા નદીકાંઠાનાં રોડનું નિકંદન નીકળી ગયું છે. પટેલ પાર્ક, જડેશ્વર પાર્ક વગેરે વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પણ પાણી ઘૂસતા કિંમતી ઘરવખરી તથા વાહનોમાં ભારે નુકસાન થયું છે. પૂરનાં પાણી ઓસર્યા પછી અસર ગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને પગલે રોગચાળાની પણ ભીતિ છે. ઘણા લોકો તહેવારોની રજા માણવા બહારગામ ગયા હોય સાર્વત્રિક વરસાદથી રસ્તાઓ બંધ થતા તથા પરીવહન પ્રભાવિત થતા ફસાઇ ગયા હતાં અને પાછળથી તેમનાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં. તેઓ પણ માધ્યમોમાં પ્રકાશિત થતા જામનગરનાં ભયાનક દ્રશ્યો નિહાળી વાહન વ્યવહાર સામાન્ય થતા જલ્દી ઘરે પહોંચવા અધીરા થયા છે.શહેરમાં સાતમ આઠમનાં તહેવાર ઉપર જ આવેલ કુદરતી આફતે ભારે તારાજી સર્જી છે જે પૂરનાં પાણી ઓસરતા સપાટી પર આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial