Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના ધૂમથર તથા મેઘપર ટિટોડીમાં ૧૨ લોકોને એરફોર્સના હેલિકોપ્ટરથી રેસ્કયૂ કરાયા

જિલ્લાના તંત્રો કયારેક ઉમદા કામગીરી પણ કરે ખરા !

ખંભાળીયા તા. ર૯: ભારે વરસાદ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તા.ના. ધુમથર તથા મેઘપર ટીટોડીમાં બાર લોકોને હેલિકોપ્ટરથી બચાવાયા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અગાઉ ત્રણ વ્યક્તિઓના થોડા સમય પહેલા પડેલા ભારે વરસાદમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ થયા હતાં તે પછી ગઈકાલે તથા આજે એમ બે વખત કલ્યાણપુર તા.માં બે સ્થળે એરફોર્સના હેલિકોપ્ટરથી રેસ્કયૂ કરી બાર લોકોને બચાવાયા હતાં.

કલ્યાણપુર તા.ના. મેઘપર ટીટોડી ગામે વાડી ખેતરમાં ફરતા નદી વહેતા આઠ વ્યક્તિઓ ફસાઈ ગયા હતાં જેની જાણ ત્યાં ફસાયેલાઓ દ્વારા મોબાઈલ મારફતે તંત્રને જાણ કરાતા દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા દ્વારા જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, અધિક કલેકટર ભૂપેશ જોટાણીયાના માર્ગદર્શન તથા તેમના દ્વારા એરફોર્સનું હેલિકોપ્ટર લઈને સાંજે આઠ વ્યક્તિઓને જોધપુર ટીટોડીથી બચાવાયા હતાં.

ગઈકાલે કલ્યાણપુર તા.ના ધુમથર ગામે એક વાડીમાં ખેડૂત પરિવાર ફસાયો હતો ચાર વ્યક્તિઓ તેમના મકાનની છત પર ગઈકાલે બપોરથી હતા તથા મોબાઈલ ચાલુ હોય તંત્રને જાણ કરતા સાંજે હેલિકોપ્ટર મોકલાયું હતું પણ તે અંધારામાં રેસ્કયૂ ના કરી શકતા આજે સવારે ચાર વ્યક્તિઓને હેલિકોપ્ટરથી બચાવાયા હતાં. પૂરમાં તાકીદે હેલિકોપ્ટરથી બચાવની કામગીરી ખૂબ જ પ્રશંસનીય બની હતી. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh