Advertisement
Author: નોબત સમાચાર

વિવિધ મંદિરોમાં મધરાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડનાં ઉત્સવ ઉજવાયા

જામનગરમાં જન્માષ્ટમી પર્વની તોફાની વાતાવરણમાં પણ ધામધૂમથી ઉજવણી

'છોટીકાશી' જામનગરમાં પ્રતિવર્ષ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વિવિધ મંદિરોમાં મધરાત્રે ૧૨ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ખાસ કરીને નગરનાં વિષ્ણુ મંદિરોમાં તથા શ્રી કૃષ્ણ ભગવાનનાં મંદિરોમાં વિશેષ આયોજનો થતા હોય છે. આ વર્ષે આઠમનાં વરસાદનું વિધ્ન હોવા છતા ધામધૂમથી મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થઇ હતી અને મથુરામાં તોફાની વાતાવરણમાં વિષ્ણુ ભગવનાઓ ભગવાન શ્રી કૃષ્ણરૂપે અવતાર લીધો હતો એવા જ ગાજવીજ સાથેનાં તોફાની વાતાવરણમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. ખંભાળીયા ગેઇટ નજીક દ્વારકાપુરી રોડ પર આવેલ શ્રી દ્વારકાધીશ મંદિરે ભગવાનનો જન્મોત્સવ ઉમંગભેર ઉજવાયો હતો. મંદિર પરીસરમાં મધ્યરાત્રિનાં મટકીફોટનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ભક્તો રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશનાં જામનગરમાં બિરાજીત સ્વરૂપનાં દર્શન કરી ધન્ય થયા હતાં. એ જ રીતે હવાઇ ચોક પાસે આવેલ શ્રી પુરુષોત્તમજીનાં પ્રાચીન મંદિરે પણ મધ્યરાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો હતો અને 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' નો નાદ ગૂંજી ઉઠ્યો હતો. મટકી ફોડનાં કાર્યક્રમમાં ભક્તોએ આનંદનો લ્હાવો લૂંટી ગોંવિદાઓમાં ગોવિંદની ઝાંખી કરી હતી. સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરે પણ મધ્યરાત્રિનાં પરંપરાગત રીતે શાલિગ્રામ પૂજન સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને ભક્તોને પંચામૃત પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પણ જામનગરનાં વિવિધ વિસ્તારોના મંદિરોમાં શ્રદ્ધા અને ઉમંગભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી થઇ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh