Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પિયર આવેલા મહિલા પુત્રી સાથે થયા ગુમ

પતિએ પોલીસને જાણ કરીઃ

જામનગર તા. ર૯: જામનગરના વાગડીયા ગામમાં રહેતા એક ચારણ યુવાનના પત્ની ગઈ તા.૧૩ના દિને પોતાની ત્રણ વર્ષની પુત્રી સાથે માવતરે જવા માટે નીકળ્યા પછી સવારે એસટી ડેપો પાસે રિક્ષામાંથી ઉતર્યા હતા. ત્યાંથી આ માતા-પુત્રી લાપત્તા બન્યા છે. પતિએ પોલીસને જાણ કરી છે. આ મહિલા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો.

જામનગર તાલુકાના વાગડિયા ગામમાં રહેતા હેમાભાઇ આલસુરભાઈ રવશી (ઉ.વ.૪૫) નામના ચારણ યુવાનના પત્ની રાજલબેન (ઉ.વ.૩૦)એ પોતાની પુત્રી સાથે  પિયર જવાની વાત કર્યા પછી ગઈ તારીખ ૧૩ની સવારે પોતાની ત્રણ વર્ષની પુત્રી રૂપલ સાથે રાજલબેન પોતાના ભાઈ દેવશીભાઈ સાથે રિક્ષામાં માવતરે જવા નીકળ્યા હતા. તેઓને દેવશીભાઈ સવારે છ વાગ્યે રિક્ષામાં જામનગરના એસટી ડેપો પાસે ઉતાર્યા હતા ત્યાંથી આ માતા-પુત્રી ગુમ થઈ ગયા છે. હેભાભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી છે.ં ગુમ થનાર મહિલાએ છેલ્લે લાલ રંગની ઓઢણી તથા કાળા રંગનો ચણીયો ધારણ કરેલો હતો, તેણી મજબૂત બાંધો તથા ગૌરવર્ણ ધરાવે છે અને પાંચેક ફૂટની હાઈટ છે. માતા પુત્રી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો અથવા મોબાઈલ ૬૩૫૯૬ ૨૭૮૧૨નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh