Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હેઠવાસના વિસ્તારોમાં નાગરિકોને બચાવવાની કામગીરીનું નિરીક્ષણઃ સહયોગ
જામનગરમાં સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નિચાણવાળા વિસ્તારોમાં નાગરિકોનું રેસ્ક્યુ કરાવવા સહિત ફૂડ પેકેટ વિતરણ કાર્યમાં સહયોગ આપ્યો હતો. સમગ્ર જિલ્લા સહિત જામનગર શહેરમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં પૂરમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે અને તેમને સહિયારો આપવા માટે જામનગર શહેર અને જિલ્લાના મહાનુભાવો પોતાની ફરજ બજાવી હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા તથા અન્ય આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી બચાવ કામગીરી ચાલી રહી છે. લોક આગેવાનોએ જામનગર મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમમાં હાજર અધિકારીઓ પાસેથી સમગ્ર જામનગર શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વર્તમાન રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારપછી તેઓ નિચાણવાળા વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતાં તેમજ જામનગર મહાનગરપાલિકાના ફાયરના જવાનો તથા એડીઆરેઅફની ટીમની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરાવી હતી અને પૂરમાં ફસાયેલા લોકોને જુદા જુદા આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે ખસેડ્યા હતાં. તેમજ તમામ આશ્રિતોને ફૂડ પેકેટ, જીવન જરૂરી ચીજવસ્તુઓ, દવાઓ વગેરેનું વિતરણ કરવાની પણ તાત્કાલિક અસરથી વ્યવસ્થા ગોઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial