Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે માસૂમ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગૂમાવીઃ
જામનગર તા. ૧૭: ઓખામંડળના મીઠાપુર નજીકના આરંભડા ગામમાં ગઈકાલે સાંજે એક શખ્સે પોતાની પત્ની પર છરી જેવા તિક્ષણ હથિયારથી હુમલો કરી તેની હત્યા નિપજાવ્યા પછી પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ દંપતી વચ્ચે ચાલતા ઘરકંકાસનો આ રીતે કરૂણ અંજામ આવ્યો છે. બે માસૂક સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગૂમાવી દીધી છે. ક્રોધના આવેશે એક પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે.
દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીક આવેલા સુરજકરાડી ગામમાં આશાપુરા સોસાયટી પાછળ વસવાટ કરતા ભાવનાબેન વલીયાભા માણેક (ઉ.વ.૩૦) નામના મહિલા પર તેણીના જ પતિ વલીયાભા મોમૈયાભા માણેકે ગઈકાલે સાંજે છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
આ મહિલાનું છરીથી જીવલેણ ઈજા થતાં મૃત્યુ નિપજ્યું હતું. પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા પછી આવેશમાં રહેલા પતિ વલીયાભાએ પણ પોતાના મકાનના અંદરના ઓરડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
ઉપરોક્ત બનાવની જાણ થતાં મીઠાપુર પોલીસ ધસી આવી હતી. પોલીસે પતિ તથા પત્નીના મૃતદેહ કબજે કરી તપાસ શરૂ કરતા આ દંપતી વચ્ચે છેલ્લા ત્રણેક મહિનાથી ઘરકંકાસ ચાલતો હોવાની વિગત જાણવા મળી રહી છે. આ દંપતીને આઠેક વર્ષનો પુત્ર અને તેનાથી નાનકડી પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. રોજેરોજના ઘરકંકાસથી કંટાળી ગઈકાલે વલીયાભાએ પત્નીની હત્યા કર્યા પછી પોતે પણ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણતા બંને માસૂમ સંતાને માતા-પિતાની છત્રછાયા ગૂમાવી દીધી છે. પોલીસે બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial