Advertisement
Author: નોબત સમાચાર

શંકરટેકરીમાં મહિલાને જીવતી સળગાવી નાખવા પતિ સહિતના સાસરિયાનો પ્રયાસ

પતિ સામે ભરણપોષણના કેસમાં નીકળ્યું છે સજાનું વોરંટઃ

જામનગર તા. ૧૭: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલાને ગઈકાલે પતિ, સાસુ, જેઠ, સસરાએ ગાળો ભાંડી જવલનશીલ પ્રવાહી છાંટી જીવતી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યાે હતો. પોલીસ દોડી આવી હતી. આ મહિલાએ ફરિયાદ નોંધાવી છે. તેણીના પતિએ આગલા ઘરનું ભરણપોષણ ભરપાઈ કર્યું ન હોય તેની સામે સજાનું વોરંટ પણ ઈસ્યુ થયાનું જાહેર થયું છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી નવી નિશાળ પાસે રહેતા શહેનાઝબેન વસીમભાઈ ખફી નામના પચ્ચીસ વર્ષના પરિણીતા ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા સસરા હાજીભાઈ ઓસમાણભાઈ ખફી, જેઠ આસિફ ખફી, પતિ વસીમ ખફી તથા સાસુ જુબેદાબેન ખફીએ ઝઘડો શરૂ કરી ગાળો ભાંડી હતી.

ત્યારપછી શહેનાઝબેનને જીવતા સળગાવી નાખવાના ઈરાદાથી તેમના પર જવલન શીલ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું. આ વેળાએ શહેનાઝબેને બૂમાબૂમ કરતા આખા વિસ્તારમાં ધમાલ મચી ગઈ હતી. શહેનાઝબેને પોતાનો જીવ બચાવવા માટે દોટ પકડી  હતી. તે દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતા ઉદ્યોગ નગર પોલીસચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફ ધસી ગયા હતા.

આ મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે રાત્રે તેણીએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ શહેનાઝબેન સાથે થોડા સમય પહેલાં વસીમ હાજીભાઈ ખફીએ બીજા નિકાહ કર્યા હતા. અગાઉના પત્નીએ ભરણ પોષણ મેળવવા માટે અદાલતનો આશરો લીધો હતો. જેમાં મંજૂર થયેલા ભરણપોષણ રકમ વસીમે ચૂકવી ન હોય તેની સામે સજાનું વોરંટ નીકળ્યું હતું. ત્યારપછી વસીમ નાસી ગયો હતો. આમ છતાં શહેનાઝબેનને અવારનવાર મોબાઈલ પર કોલ કરી પતિ વસીમ મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડતો હતો અને ચાર વર્ષના પુત્ર ઓસમાણ સાથે આ શખ્સ ગુમ રહેતો હતો.

પતિના ઉપરોક્ત કૃત્યની સાથે સાસુ જુબેદાબેન પણ પુત્રવધૂને શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા તે પછી ગઈકાલે પતિ, સાસુ, જેઠ અને સસરાએ શહેનાઝબેનને સળગાવી નાખવાનો પ્રયત્ન કર્યાે હતો. પોલીસે બીએનએસ કલમ ૧૧૦ (૧), ૮૫, ૩૫૧ (૩), ૩૫૨, ૬૧ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh