Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરમાં રૂપિયા એકાદ લાખનું નુકસાનઃ
જામનગર તા. ૧૭: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જાંબુડા પાટીયા નજીક ગઈકાલે સાંજે મોરબી તરફથી આવી રહેલી મોટરની પાછળ ટ્રક ટકરાઈ પડયો હતો. આ અકસ્માતમાં સદ્નસીબે જાનહાની ટળી છે. મોટરમાં રૂ.૧ લાખનું નુકસાન થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
મોરબી જિલ્લાના અમરાપર ગામના વતની અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા વિપુલભાઈ કરશનભાઈ ગળચર તથા તેમના પિતા, દાદા સહિતના વ્યક્તિઓ ગઈ કાલે મોરબીથી દ્વારકા જવા માટે જીજે-૩૬-એએફ ૩પ૦૧ નંબરની મોટરમાં નીકળ્યા હતા.
તેઓ જ્યારે રાજકોટ, જામનગર ધોરીમાર્ગ પર મોટી બાણુંગાર ગામના પાટિયાથી જાંબુડા પાટિયા વચ્ચે હતા ત્યારે પાછળથી જીજે-૧૦-ટીવી ૯૯૨૮ નંબરની ટ્રક પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકની બેદરકારીના કારણે ટ્રક પાછળથી ટકરાઈ પડતા મોટરમાં નુકસાન થયું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી ગયો હતો. વિપુલભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial