Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા તારીખ ર૦ ઓકટોબરે સરસ્વતી સન્માન

તા. ર૯ સપ્ટે.એ લોહાણા સમાજનું મહાસંમેલનઃ

જામનગર તા. ૧૭: જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા તા. ર૯-૯-ર૪ ના સરસ્વતી સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો પરંતુ તે જ દિવસે અખિલ ગુજરાત લોહાણા સમાજનું સૌપ્રથમ મહાસંમેલન વિરપુરમાં રાખવામાં આવ્યું છે. જેમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિયુકત પ્રમુખ અને જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલનો પદગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો છે. જામનગર ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય અને આપણે પણ આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા જવાનું હોવાથી જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા રાખવામાં આવેલ સરસ્વતી સન્માન સમારોહની તારીખમાં ફેરફાર કરી અને તા. ર૦-૧૦-ર૪ કરવામાં આવી છે, તેથી જે સભ્યોએ માર્કશીટ આપેલ નથી તેઓ સંસ્થાના કલેકશન સેન્ટરમાં તા. ૩૦-૯-ર૪ સુધી માર્કશીટ જમા કરાવી શકશે. સમય અને સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સંસ્થાના સભ્યોએ અખિલ ગુજરાત લોહાણા સમાજના મહાસંમેલનમાં તા. ર૯-૯-ર૪ ના પરિવાર સાથે વિરપુરમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh