Advertisement
Author: નોબત સમાચાર

કે.ડી. શેઠ ઉપાશ્રયમાં તપસ્વીઓનું બહુમાન

પરસ્પર મિચ્છામિ દુક્કડમ સાથે જામનગરમાં

જામનગર તા. ૧૭: જામનગરના કેડી શેઠ ઉપાશ્રયમાં તપસ્વીઓનો બહુમાનનો કાર્યક્રમ યોજાયો હતો. ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના પરમ પૂજય ધીરજમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પારસ પરિવારના પરમ પૂજય હર્ષદાબાઈ સ્વામીના કૃપા પાત્ર શિષ્ય પરમ પૂજ્ય સરોજબાઈ સ્વામી તેમજ પરમ પૂજ્ય કુસુમબાઈ સ્વામીની નિશ્રામાં તા. ૧પ સપ્ટેમ્બરના વ્યાખ્યાનમાં રર તપસ્યા થયેલ જેમાં ૧૧,૯,૮,૭ ઉપવાસ કરનારાઓનું સન્માન તેમજ પર્યુષણમાં જૈનશાળાના બાળકો દ્વારા 'કૌન બનેગા શ્રાવક'ના બાળ આરાધકો  દ્વારા કરવામાં આવેલ પચખાન જેવા કે ઉપવાસ એકઆસનું બેઆસનું સાંમાયક પ્રતિક્રમણ કરવા ટીવી જોવા મોબાઈલનો ત્યાગ, ચૌવિહાર - નિત્ય ઉપાશ્રયમાં મહાસતીજીના દર્શન ૯ વંદના જેવા વ્રત નિયમ લેનાર તેમજ સંવાદ - સૂત્ર લખાણ વિગેરેમાં ઉપાશ્રયના આરાધકો દાતાઓ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપાશ્રયના ટ્રસ્ટી સ્મિતાબેન સંઘવી, અજયભાઈ શેઠ, હિતેશભાઈ ખજૂરિયા, રાજુભાઈ શાહ, વિમલભાઈ મહેતા, નયનબેન મહેતા, આશાબેન ખજૂરિયા તેમજ પ્રમોદભાઈ કોઠારી, પૂજાબેન પટેલ, નેહાબેન ખજૂરિયા ધારાબેન મહેતા ઘડિયાલી દ્વારા સન્માન કર્યું હતું.

પર્યુષણ વ્યવસ્થામાં કોઈ ટ્રસ્ટી દ્વારા વ્યવસ્થા માટે કોઈ અવિનય આશાત ના થયેલ હોય મિચ્છામી દુકડદમ કહેવામાં આવ્યું હતું. સમગ્ર બહુમાન કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી અજય શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh