Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુન્હામાં છૂટકારો

જામનગર તા. ૧૭: જામનગરના એક આસામીએ આઠ વર્ષ પહેલાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. તેઓના પત્નીએ પોતાના પતિના ભાગીદાર સામે રૂ.૧૦ લાખ ઉપરાંતની રકમ બે વર્ષથી આપતા ન હોવાથી તેમના પતિએ આત્મહત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો. આ કેસમાં આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના બટુકસિંહ ગોવુભા જાડેજા પાસેથી એક વ્યક્તિએ વાહન વ્યવહારના લે વેચના રૂ.૧૦ લાખ ૩૭૫૫૦ લેવાના બાકી હતા. ભાગીદારીમાં વ્યવસાય કરતા આ વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારની રકમ બટુકસિંહે આપવાની બાકી હતી. તેને બે વર્ષ વીતી જવા છતાં બટુકસિંહ પૈસા આપી શક્યા ન હતા.

આ બાબતથી કંટાળી તેમના ભાગીદારે આત્મહત્યા કરી હતી. તેમના પત્નીએ પોતાના પતિને ઝેરી દવા પી મરી જવા માટે મજબૂર કરવા અંગે બટુકસિંહ ગોવુભા સામે પોલીસમાં વર્ષ ૨૦૧૬માં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી તથા ફરિયાદ પક્ષની દલીલો સાંભળ્યા પછી ફરિયાદને અન્ય સાહેદોનું સમર્થન મળતું નથી તેથી ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે તેમ ઠરાવી આરોપીને છોડી મુકવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh