Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતા પ્રગટી
જામનગરમાં ગઈકાલે વધુ એક વખત કોમી એકતા જોવા મળી હતી ઈદ નિમિત્તે જુલુસ નીકળ્યું હતું જે ગણેશ મંડળ પાસેથી પસાર થતા સમયે જુલુસમાં જોડાયેલા મુસ્લિમ સમાજના આગેવાનોનું ગણેશ મંડળના અગ્રણીઓ દ્વારા ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં છેલ્લા ર૮ વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી મરાઠા મંડળ દ્વારા કરવામાં આવે છે. ગઈકાલે ઈદનો પવિત્ર દિવસ હોવાથી મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ જુલુસ ગણપતિ પંડાલ પાસેથી પસાર થતાં મરાઠા ગણેશ મંડળના આગેવાનો દ્વારા જુલુસમાં જોડાયેલા મુસ્લિમ સમાજના આગેવાનોનું ફૂલહાર, બુકે આપી સન્માન કરાયું હતું અને હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન કરાવ્યા હતાં. મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આ સન્માનને સ્વીકાર્યું હતું અને એક-બીજાને અભિનંદન પાઠવ્યા હતાં. આ સમયે ડીવાયએસપી શ્રી ઝાલા, પો.ઈન્સ. એન.એચ.ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial