Advertisement
Author: નોબત સમાચાર

એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટમાં અઢી લાખ રોકડાની ચોરીનો ભેદ ખૂલ્યો

ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને દબોચી લીધોઃ

જામનગર તા. ૧૭: જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં રહેતા એક આસામીના રહેણાંકમાં ગયા શુક્રવારની રાત્રે રૂ.અઢી લાખ રોકડાની ચોરી થઈ હતી. તે ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એકતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા અનિલભાઈ દામા નામના આસામીના એક દિવસ માટે બંધ પડેલા ફ્લેટમાંથી રૂ.અઢી લાખ રોકડા ચોરાઈ ગયા હતા.

આ આસામી ગયા શુક્રવારે રાત્રે ફ્લેટ બંધ કરીને ગયા પછી શનિવારે રાત્રે પરત આવ્યા તે દરમિયાન કોઈ તસ્કર ફ્લેટમાં ઘૂસી ગયો હતો અને તેને કબાટમાંથી રૂ.અઢી લાખ રોકડા તફડાવ્યા હતા. આ ગુન્હાની શરૂ કરાયેલી તપાસમાં  સર્વેલન્સ સ્ટાફના યશપાલસિંહ તથા યોગરાજસિંહ, મહાવીરસિંહને મળેલી બાતમીના આધારે પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળની ધસી ગયેલી ટીમે કામદાર કોલોની શેરી નં.૮ પાસેથી ક્રીશ નિતેશભાઈ મંગે નામના શખ્સને દબોચી લીધો હતો. બનાવના સ્થળે તેમજ આજુબાજુમાં રહેલા કેટલાક સીસીટીવી કેમેરામાંથી આ શખ્સના સગડ મળ્યા પછી ક્રીશને ઝડપી લેવાયો હતો.

દિગ્વિજય પ્લોટમાં શાંતિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા આ શખ્સ પાસેથી રૂ.અઢી લાખ કબજે કરવામાં આવ્યા છે. આરોપીએ તે ચોરીને અંજામ આપ્યાની અને હાલમાં રકમ સગેવગે કરવાની ફિરાકમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh