Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીસીટીવી ફૂટેજથી તપાસ કરાઈઃ
જામનગર તા. ૧૭: જામનગરમાં ખંભાળિયા નાકા પાસે એક યુવાનની રૂ.૧૩૦૦ ની રકમ પડી ગઈ હતી. તે રકમ રાહદારીઓએ એકઠી કરી દુકાનદારને સોંપ્યા પછી પોલીસની કમાન્ડ કંટ્રોલ સેન્ટર ટીમે તે રકમ તેના માલિકને પરત સોંપી આપી છે.
જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં રવિવારે બપોરે રોડ પર ચલણી નોટ પડી ગયેલી જોવા મળતા કેટલાક રાહદારીઓએ તે રોકડ રકમ એકઠી કરી નજીકમાં આવેલી એક દુકાનમાં મૂકાવી હતી. તે પછી પોલીસને તેની જાણ કરવામાં આવતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સ્ટાફે તે રકમ કોની પડી ગઈ? તેની તપાસ સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી હતી.
તે દરમિયાન સાયકલ પર જઈ રહેલા એક યુવાનના ખિસ્સામાંથી ઉપરોક્ત રકમ પડી ગઈ હોવાનું અને તે પછી આ યુવાન બાઈક પર તેની શોધ કરતા હોવાનું જણાઈ આવતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સ્ટાફે તે યુવાનને બોલાવી મંગાવ્યા હતા અને ખાતરી કર્યા પછી તેઓની રૂ.૧૩૦૦ની રોકડ પરત સોંપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial