Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની ફૂડ શાખાની ડ્રાઈવઃ ખાદ્ય પદાર્થોના નમૂનાની તપાસ કરાશે
જામનગર તા. ૧૭: જામનગર મહાનગર પાલિકાના કમિશ્નરની સુચનાથી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાજ્ય સરકારની ડ્રાઈવ હેઠળ સરકારી ગોડાઉનમાં તપાસ, તેમજ પાન મસાલા ખાસ અલગ-અલગ વિસ્તારમાંથી કુલ ૫ ખાદ્ય પદાર્થના નમૂના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ને મોકલવામાં આવ્યા છે. જેમાં જામનગરના ગ્રેંઇન માર્કેટના જગદીશચંદ્ર એન્ડ કંપની માંથી કેસરયુક્ત પાન મસાલા (વિમલ બ્રાન્ડ), બેડેશ્વરના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ માંથી બાજરો (લુઝ), તુવેરદાળ, ઘઉં અને ચોખા નાં નમૂના લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત ફરીયાદમાં જણવ્યા અનુસાર સોજી (શ્રી વલ્લભ બ્રાન્ડ ) કાું.નું ૫૦૦ ગ્રામનું પેકેટ ઘરે તોડતા તેમાંથી જીવાત/ઈયળ જોવા મળતા અત્રેની ફૂડ શાખાને ફરીયાદ કરતાં એફ.એસ.ઓ. દ્વારા ગ્રેઇન માર્કેટ માં આવેલ ઠક્કર એન્ડ કંપની માં રૂબરૂ તપાસ કરતાં વલ્લભ બ્રાન્ડ કં પેક સોજી ૫૦૦ ગ્રામ નો નમુનો તથા ઇગલ બ્રાન્ડ કં પેક ૫૦૦ ગ્રામ સોજી ના નમુના ઓ લઇ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાને મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ હાપા ગણેશ પંડાલ માં થયેલ ફૂડ પોઈઝનિંગ બાબતે જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ. દ્વારા રૂબરૂ તપાસ કરી પીરસવામાં આવેલ વઘારેલા ભાત અને છાસ ના નમુના લઇ તેમજ લંઘવાડ ના ઢાળીયે આવેલ બજરંગ ડેરી ફાર્મ માંથી છાસ નો નમુનો લઇ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદ નો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial