Advertisement
Author: નોબત સમાચાર

તબીબી જગતમાં ન્યુરોસર્જરી ક્ષેત્રના અતિ પ્રતિભાશાળી ડૉ. જિગિશ રૂપારેલિયાનું ૩૪ વર્ષની વયે દુઃખદ નિધન

જામનગરના જાણીતા સર્જન ડૉ. એ.ડી. રૂપારેલિયાના પુત્રના નિધનથી શહેરમાં શોકની લાગણી

જામનગર તા. ૧૭: જામનગરના જાણીતા ન્યુરોસર્જન ડૉ. એ.ડી. રૂપારેલિયાના યુવાન અને તબીબી જગતના અતિ ટેલેન્ટેડ ડોક્ટર જિગિશ રૂપારેલિયાનું ૩૪ વર્ષની વયે ટૂંકી બીમારી પછી અવસાન થતા સમગ્ર તબીબી જગતમાં તેમજ શહેરમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

ધો. ૮ થી જ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હોવાથી જિગિશે શાળાકીય અભ્યાસ રાજસ્થાનના કોટામાં કરી અને મેડિકલ ટેસ્ટમાં શ્રેષ્ઠ ગુણાંકો પ્રાપ્ત કરી પોન્ડીચરીમાં એમબીબીએસ ડીગ્રી ગોલ્ડમેડલ સાથે મેળવી હતી. એમએસની ડીગ્રી પણ પોન્ડીચેરીમાં જ પ્રાપ્ત કર્યા પછી ડૉ. જિગિશે તબીબી ક્ષેત્રની ખૂબ જ પ્રતિષ્ઠિત અને મહત્ત્વપૂર્ણ એવી એમસીએચ (એઈમ્સ, જોધુપર), એમઆરસીએસ (એડીનબર્ગ), ડીએનબી, ડોએનબીની પદવીઓ પણ સન્માન સાથે પ્રાપ્ત કરી હતી. અમેરિકન એસોસિએશન ઓફ ન્યુરોલોજિકલ સર્જન્સ દ્વારા તેમને સ્કૂલ બેઈઝ એન્ડ વેસ્ક્યુલર ન્યુરો સર્જરી ફેલોશીપ ન્યુ જર્સી તથા ન્યુ દિલ્હી એઈમ્સ દ્વારા એનાયત કરવામાં આવી હતી.

આમ પિતા ડૉ. એ.ડી. રૂપારેલિયા કરતા પણ સવાયા સિદ્ધ થઈ રહેલા તેજસ્વી ડૉ. જિગિશના અવસાનના કારણે એક પ્રતિભાશાળી ન્યુરો સર્જનની ખોટ પડી છે. ડૉ. જિગિશે તેના ન્યુરોસર્જન તરીકેના ખૂબ જ ટૂંકા સમયગાળામાં જોધુપરની એઈમ્સમાં બીમાર થયા પછી પણ મગજ અને કરોડરજ્જુનો ૧રપ જેટલા જટીલ ઓપરેશન કરી માનવ જિંદગીઓ બચાવી હતી.

ગઈકાલે રાત્રે ડૉ. જિગિશના દુઃખદ નિધનના સમાચાર મળતા ચોમેર શોક ફેલાયો હતો. આજે સવારે ગુરૂ દત્તાત્રેય મંદિર પાસેથી તેમના નિવાસસ્થાનેથી ડૉ. જિગિશની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં જામનગર શહેરના રાજકીય નેતાઓ, આગેવાનો, ડોક્ટરો, વકીલો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, સ્નેહીજનો, મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

તપતા મધ્યાનહે પ્રકાશ પાથરતો સૂરજ અકાળે આથમી ગયોનો રંજ સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh