Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિયત ટાણે વીજધાંધિયાથી ત્રસ્ત ખેડૂતો વિફર્યા
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા અને ભાણવડ પંથકમાં વીજ ધાંધીયાથી ત્રસ્ત ખેડૂતો સબ સ્ટેશનો પર હલ્લાબોલ સાથે ઘેરાવ કરી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા-ભાણવડ પંથકમાં ખેડૂતોને વીજ પુરવઠો ના મળતા મગફળીના પાકને ટાણે પાણીની જરૂર વખતે પાણી ના પીવડાવી શકાય તેવી સ્થિતિ થતાં ઠેર-ઠેર ખેડૂતો દ્વારા આવેદનપત્રો, રજુઆતો તથા સબ સ્ટેશનો પર હલ્લા બોલ નો સબ સ્ટેશન ઘેરાવ અને વીજ પુરવઠો તમામનો બંધ જેવા પગલા લેવાતા ભારે ચર્ચા જાગી છે.
ગઈકાલે ભાણવડના ગુંદા ફીડરના ગુંદા, રોઝીવાડા, ચાંદવડ, રેટા કાલાવડ સહિતના સાતેક ગામના ખેડૂતોને વીજ પુરવઠો ના મળતા પ૦૦ જેટલા ખેડૂતો ટોળા સ્વરૂપે ગુંદા સબ સ્ટેશને પહોંચ્યા હતા તથા આખો વીજ ફીડર બંધ કરાવતા તંગ સ્થિતિ થતાં પોલીસ તથા વીજ તંત્રના અધિકારીઓ પણ પહોંચ્યા હતા તો આવી જ સ્થિતિ લાલપરડા ફીડરના ગામોમાં તથા કેશોદ ફીડરના ગામોમાં તથા માંઝા તથા નજીકના ગામોની પણ થવા પામી છે. રોજ રાત્રે ખેડૂતો જાગરણ કરીને વીજળીની રાહ જુએ ત્યારે માંડ અડધો કલાક કે કલાક વીજ પુરવઠો આવતો હોય છતે પાણીએ ખેડૂતો પાકને પાણી ના પીવડાવી શકે તેવી સ્થિતિ થતાં રોષની લાગણી ફેલાઈ છે તથા ભારેલા રોષની સ્થિતિમાં કંઈક નવાજુની થાય તો નવાઈ નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial