Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ોલીસતંત્રે ગોઠવ્યો ચૂસ્ત બંદોબસ્ત
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા શહેરમાં ગઈકાલે સવારે ઈદે મિલાદનું જુલુસ વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે નીકળ્યું હતું. જેનું ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. તથા શણગારેલા વાહનો સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો, કાર્યકરો જોડાયા હતાં.
ભઠ્ઠી ચોકથી આ વિશાળ જુલુસ નીકળીને પોરગેઈટ, જોધપુર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેઈટ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે ઉત્સાહપૂર્વક નીકળ્યું હતું તથા ડી.જે. અને ઢોલ-નગારા સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.
શહેર કાજી બુખારી બાપુ દ્વારા તથા આગેવાનો દ્વારા ભેટ-સોગાદ પણ આપવામાં આવી હતી તથા આ જુલુસમાં સુન્ની-મુસ્લિમ જમાતના પ્રમુખ હુસેનભાઈ ભોકલ, ઉપપ્રમુખ યાકુબ બાપુ બુખારી, ઈમ્તિયાઝ ખાન પઠાણ, કાદરભાઈ ખત્રી, જુનેદભાઈ સહિતના આગેવાનો જોડાયા હતાં. પોલીસ ઈન્સ. બી.જે. સરવૈયા તથા સ્ટાફ દ્વારા સમગ્ર જુલુસ યાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial