Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઢોલનગારાની તાલે તાલે પ્રતિમા વિસર્જન માટે સરઘસાકારે નીકળ્યા ગણેશ ભક્તો

'ગણપતિ બાપા મોરિયા... અગલે બરસ તું જલદી આ' ના નાદ સાથે પૂજા-અર્ચના-રાસગરબા સાથે પ્રતિમા વિસર્જન સંપન્ન

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે ધામધૂમપૂર્વક ગણેશોત્સવ ઉજવાયો હતો, અને આજે અનંત ચતુર્દશીના દિવસે ઠેર ઠેર ગણપતિની પ્રતિમાને વિસર્જિત કરવા માટેના પ્રોસેશન નીકળ્યા છે, અને ઢોલ-નગારા અને ડી.જે.ના તાલે અનેક ગણેશ ભક્તો ઝુમી ઊઠ્યા છે, જ્યારે કેટલાક સ્થળોએ ગણેશ ભક્તો ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના સાથે સાથે રાસ ગરબા રમતા પણ જોવા મળ્યા હતાં. જામનગર મહાનગરપાલિકા દ્વારા ખંભાળિયા રોડ તેમજ લાલપુર રોડ પર બે વિસર્જન કુંડ બનાવાયા છે. જે બન્ને સ્થળો પર અનેક ગણપતિ મંડળો દ્વારા ભગવાન ગણેશજીની નાની-મોટી મૂર્તિ પધરાવવા માટે કતાર લગાવી છે, અને બન્ને વિસર્જન કુંડમાં આજે સવારથી જ ગણેશ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ગઈકાલ સુધીમાં બન્ને વિસર્જન કુંડમાં ભગવાન ગણેશજીની ૩૬૪૦ મૂર્તિનું વિસર્જન કરી દેવાયું છે, તેમજ આજે પણ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો નાની-મોટી ભગવાન ગણેશજીની મૂર્તિને વિસર્જન કુંડમાં વિદાય આપીને આવતા વર્ષે જલદી આવવા માટે પણ મનોકામના કરી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh