Advertisement
Author: નોબત સમાચાર

ન્યૂયોર્કના બીએપીએસ મંદિરમાં તોડફોડ કરી મોદી વિરોધી અપશબ્દો લખાયાઃ ભારતે ઘટનાને વખોડી

કેનેડા પછી હવે અમેરિકામાં હિન્દુ મંદિરો નિશાને

ન્યૂયોર્ક તા. ૧૭: ન્યૂયોર્ક સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ સાથે પી.એમ. મોદી વિરૂદ્ધ અપશબ્દ લખાયા હોવાની કેનેડા બાદ હવે અમેરિકામાં હિન્દુ મંદિરોને નિશાના પર લેવાતા જબરો રોષ ફાટી નીકળ્યો છે. ભારત સરકારે ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. બીએપીએસ સંસ્થાએ પણ ઘટનાને વખોડી છે અને પગલા લેવા માંગ કરી છે. ભારતીય દૂતાવાસે પણ ત્યાના તંત્રને ફરિયાદ કરી છે.

અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત બીએપીએસ સ્વામી નારાયણ મંદિરમાં તોડફોડ સાથે પીએમ મોદી વિરૂદ્ધ અપશબ્દો પણ લખવામાં આવ્યા હતાં. અજાણ્યા હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે મંદિરની તોડફોડની સખત નિંદા કરી અને કહ્યું કે તે એક જધન્ય અપરાય છે. આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

બીએપીએસ સ્વામી નારાયણ સંસ્થાએ મેલવિલે, ન્યૂયોર્ક બીએપીએસ સ્વામી નારાયણ મંદિરને નફરતભર્યા સંદેશાઓ સાથે અપમાનિત કરવાની પણ નિંદા કરી છે એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઉત્તર અમેરિકાના વિવિધ હિંદુ મંદિરોમાં આવી જ ઘટનાઓ બની છે.

ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસ તરફથી ટ્વિટર પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂયોર્કના મેલવિલેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે. દૂતાવાસ સમુદાયના સંપર્કમાં છે અને ધૃણાસ્પદ ઘટનાના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે આ મામલો ઉટાવ્યો છે. ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે મંદિરની તોડફોડની આકરી નિંદા કરી છે અને તેને ધૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે. આ સાથે ગુનેગારો સામે કાર્યવાહી માટે અમેરિકન સત્તાવાળાઓ સમક્ષ મામલો ઉઠાવવામાં આવ્યો છે. ભારતીય કોન્સ્યુલેટે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું હતું કે, મેલવિલે ન્યૂયોર્કમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અસ્વીકાર્ય છે.

પોસ્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે કોન્સ્યુલેટ સમુદાયના સંપર્કમાં છેે અને આ ધૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ સામે આ મામલો ઉઠાવ્યો છે. ન્યૂયોર્કમાં મંદિર પર હુમલો એવા સમયે થયો છે જ્યારે પીએમ થોડા દિવસો પછી રર સપ્ટેમ્બરે નાસાઉ કાઉન્ટીમાં એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરવાના છે. નાસાઉ કાઉન્ટી મેલવિલેથી લગભગ ર૮ કિમી દૂર સ્થિત છે.

હિંદુ અમેરિકન ફાઉન્ડેશનની પોસ્ટમાં કહ્યું છે કે ન્યાય વિભાગ અને હોમલેનડ સુરક્ષા વિભાગે હુમલાની તપાસ કરવી જોઈએ. કારણ કે ટૂંક સમયમાં ભારતીય સમુદાયની સભા યોજાઈ છે. એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુ અમેરિકન ફાઉનડેશનના એકઝિક્યુટિવ ડાયરેકટર સુગહ શુકલાએ ટ્વિટર પર લખ્યું, જે લોકો ચૂંટાયેલા નેતા પ્રત્યે તેમની નફરત વ્યકત કરવા માટે હિન્દુ મંદિર પર હુમલો કરે તેમની સંપૂર્ણ કાયરતા સમજવી મુશ્કેલ છે. આ હુમલાને હિન્દુ અને ભારતીય સંસ્થાઓ સામે તાજેતરની ધમકીઓના સંદર્ભમાં જોવું જોઈએ. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ તાજેતરમાં હિન્દુ અને ભારતીય સંસ્થાઓને ધમકી આપતો વીડિયો શેર કર્યો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ન્યૂયોર્કમાં તોડફોડની ઘટના અને કેલિફોર્નિયા અને કેનેડામાં મંદિરો પરના હુમલા વચ્ચે સમાનતા દર્શાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh