Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નીકળ્યુ ઈદે મિલાદનું વિરાટ ઝુલુસઃ બહોળી સંખ્યામાં જોડાયા મુસ્લિમ બિરાદરો

સંખ્યાબંધ વાહનો જોડાયાઃ ઠેર-ઠેર ન્યાઝથી સ્વાગતઃ ઈમામ સાહેબો, મહાનુભાવો જોડાયા, તંત્રનો સહયોગ, કોમી એખલાસના દર્શન

ઈદે મિલ્લાદુન્નબી નિમિત્તે સુન્ની-મુસ્લિમ જમાત જામનગર દ્વારા ઝુલસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનેરા ઉત્સાહ-અદબ અને અકિદત અને ઉમંગ સાથે પસાર થયું હતુંં. જેમાં હજારો સુન્ની-મુસ્લિમ, બિરાદરોએ બારગાહે રિસાલતમાં ખિરાજે અકિદત પેશ કરી હતી. સાંજે ચાર વાગ્યે નારા-એ-તકબીર, નારા-એ રિસાલતના ઈમામ અફરોઝ નારાઓથી શરૂ થયેલ ઝુલુસના રસ્તામાં ઠેર-ઠેર ચા-બિસ્કિટ, ચોકલેટ, મલાઈકેક, ચણા-બટેટા, ભજીયા, ખઝુર, ફાલુદા, છાસ-લસ્સી તેમજ પાણીની બોટલ વિગેરે ન્યાઝ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદના મોકા પર પ્યારા નબી પ્રત્યે પોતાની ખિરાજે અકીદત પેશ કરવા સુન્ની-મુસ્લિમ આગેવાનો કમિટીના કાર્યકર્તાઓ સામેલ હતાં.

ઈસ્લામનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ અને સૌથી વધુ ખુશીનો દિવસ ઈદે મિલાદનું શાનદાર ઝુલુસ સાયરપીર ચોક, સઈના વંડાથી શરૂ થઈ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ, પાંચહાટડી, દરબારગઢ, જુમ્મા મસ્જિદ, ટાવર મસ્જિદ, ચાંદીબજારથી પુનઃ દરબારગઢ ચોકમાં મોડી સાંજે સમાપ્ત થયું હતું. ઝુલુસમાં જામનગર શહેરની સુન્ની-મુસ્લિમ જમાતોમાં કુરેશી મિલાદ પાર્ટી, મદ્રેશાએ ગૌષિયા પાર્ટી ફૈઝાન-એ તુર્કી, ગુજરાતી પાર્ટી, સુન્ની એકતા યંગ કમિટી, સીદી સોઢાવાળી કમિટી અલ રબ્બાની, એલાન સી. કમિટી, ફૈઝ ચિશ્તીયા સહિતની મિલાદ પાર્ટીઓ વગેરે જમાતો અને કમિટીઓ દરૂદો સલામ અને મિલાદ શરીફ પઢતા-પઢતા ઝુલુસમાં સામેલ થયા હતાં.

ઝુલુસમાં ૭૭ બાઈક, પ૦ ફોર-વ્હીલર, છોટાહાથી-૧૦, ટ્રક-૬૬, બળદગાડી-પ, તેમજ સાયકલ સવારો પોતાના વાહનોને શણગારી સામેલ થયા હતાં. પયગમ્બર સાહેબની મસ્જિદે નબ્વીનો સ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઝુલુસ જે રસ્તાઓ પરથી પસાર થયું ત્યાં ઈદે મિલાદના બેનર અને કટઆઉટ લગાવવામાં આવ્યા હતાં.

સુન્ની-મુસ્લિમ જમાતના આગેવાનો તથા ઉલ્માએ કિરામની સદારતમાં શરૂ થયેલા ઝુલુસમાં મસ્જિદોના ઈમામ સાહેબો મોટી સંખ્યામાં સામેલ થયા હતાં. જેમાં મૌલાના મુસ્તાક બાપુ બ્લોચ, મૌલાના અબ્દુલમનન, સૈયદ ઈસ્મતિયાઝ બાપુ, હાજી અબ્દુલ કાદર આરબ અને સુન્ની-જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફી, હાજી અબ્દુલ્લા ખલીફા, મો. ઈકબાલ બેલીમ, હાજી મો. સીદીક ખુરેશી, અશરફભાઈ ધોરી, ઈકબાલભાઈ ખુરેશી, દાઉદભાઈ તુરીયા, એડવોકેટસ - યુસુફ કુરેશી, ઈશાક કુરેશી, અફઝલ શેખ, યાકુબભાઈ દરબાર, મહંમદ સફી, શેખ અફઝલ, જામનગર શહેરના આગેવાનો અને કાર્યકરો, હજારો સુન્ની-મુસ્લિમ બિરાદરો સામેલ થયા હતાં.

આજે મરાઠા મંડળના ગણપતિના પંડાલ પાસેથી ઝુલુસ પસાર થતા મંડળના આયોજકો દ્વારા મુસ્લિમ અગ્રણીઓને ફૂલહાર તેમજ બુકે અર્પણ કરીને તમામને સન્માનીત કર્યા હતાં. તમામ સુન્ની-મુસ્લિમ બિરાદરો, વ્યવસ્થા તંત્ર, પોલીસ તંત્રનો સુન્ની-મુસ્લિમ જમાત તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh