Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અતિવૃષ્ટિ પછી વીજધાંધિયાઃ પડ્યા પર પાટુ
ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયા-ભાણવડ વીજ ધાંધિયામાં તેમની બેદરકારીભરી કામગીરી જવાબદાર હોઈ, આ અંગે સાંસદ, મંત્રી તથા વીજકંપનીના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો થઈ છે.
ખંભાળિયા-ભાણવડ વિસ્તારમાં કેટલાક સમય સુધી, મહિના સુધી, દિવસો સુધી સતત વરસાદ પડતા ખેડૂતો પરેશાન થઈ ગયા હતાં. હવે જ્યારે વરસાદ રહી ગયો છે ત્યારે મગફળીને પાણીની જરૂર છે ત્યારે વીજતંત્ર વીજ પુરવઠો નથી આપતું તે બાબતે તંત્રની બેદરકારી કારણરૂપ છે.
પ્રિ-મોન્સુન કામગીરી યોગ્ય રીતે ના થતા તથા ઉપરથી આવેલી ઢગલાબંધ ટીમોનું સંકલન કરાવીને કામ ના થતા સ્થિતિ એવી છે કે વીજ પુરવઠો ચાલુ થાય કે થોડા સમયમાં ક્યાંક જંપર જાય, વીજ તૂટે ફોલ્ટ થાય તો ક્ષમતાથી વધુ વીજ જોડાણો હોય, ઓવરલોડમાં સતત જતા પણ પ્રશ્ન થાય છે. ખેડૂતો તેમના માણસો સાથે રોજ ઉજાગરા કરે છે, પણ વીજ પુરવઠો નિયમિત આવતો જ નથી તો સતત ફોલ્ટ રહ્યા કરે છે.
કર્મચારીઓ પણ સતત ફોલ્ટ રીપેરીંગમાંથી નવરા ના પડતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે, તો ગઈકાલે આ બાબતે રાજ્ય મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા સુપ્રિ. ઈજનેર પી.જી.વી.સી.એલ.ને જામનગર પણ રજૂઆતો કરવામાં આવી હતી. ભારે વરસાદથી વીજ પુરવઠાની ખેડૂતોને મહિનાઓ સુધી જરૂર ના હતી અને હવે જરૂર છે ત્યારે વીજ પુરવઠો મળતો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial