Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભૂગર્ભ ગટર પ્રોજેકટમાં કરોડોનો ખર્ચ માત્ર સફાઈ માટે કેમ?

પાંચ વર્ષ સુધી તો કોન્ટ્રાકટરોના ખર્ચે આ કામ કરવાનું હોય છે, તેનું શું ?

જામનગર તા. ૧૭: જામનગર મહાનગર-પાલિકાનો ભૂગર્ભ ગટરનો પ્રોજેકટ શરૂઆતથી જ વિવાદમાં રહ્યા છે અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું આંધણ થયું છતાં હજુ પ્રોજેકટ અધુરો જ છે. માનીતા કોન્ટ્રાકટરને કમાવી દેવા માટે બે ના બદલે ચાર ઝોનમાં કોન્ટ્રાકટ આપવામાં આવી રહ્યા છે દરેક ઝોન માટે સરેરાશ વર્ષે એક કરોડનો ખર્ચ ગળે ઉતરે તેવો નથી.

જામનગરમાં દાયકા કરતા વધુ સમયથી ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે. કદી પૂર્ણ થાય નહીં તેમ આ પ્રોજેકટ સતત ચાલતો રહે છે જો કે શહેરની હદ વધતા આ વિસ્તારોનો સમાવેશ થયો તે પણ હકિકત છે આથી સ્વાભાવિક છે કે ખર્ચ અને સમયમાં વધારો થાય પરંતુ કયાં સુધી ?

હજુ પાંચ-સાત વર્ષ પહેલાં બે ઝોન માં જ સફાઈ માટે કોન્ટ્રાકટ આપવામાં આવતો હતો હવે નવા કોન્ટ્રાકટરને સાચવી લેવા બે ના બદલે ચાર ઝોન કરી નાંખવામાં આવ્યા છે અને જે કામ એક સમયે ર૦ થી રપ લાખમાં થતું હતું તે હવે ચાર કરોડે પહોંચ્યું છે. આ ઉપરાંત ટેન્ડરની શરતોમાં પણ મનઘડત રીતે ફેરફારો કરવામાં આવે છે જે કોન્ટ્રાકટરને અનુરૂપ હોય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh