Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડઃ ખાટલા ખૂટી પડે તેવી સ્થિતિઃ રોગચાળો બેકાબૂ

તાવ, ન્યુમોનિયા, પેટનો દુઃખાવો, ઉધરસ, ડેન્ગ્યૂ, મેલેરિયા, વાયરલ બીમારીના કેસોનો રાફડો ફાટ્યો

જામનગરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. જી.જી. હોસ્પિટલમાં થયેલી દર્દીઓની ભીડના દૃશ્યોથી જ રોગચાળાનો અંદાજ મેળવી શકાય છે. આજે સવારે હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ થતા ખાટલા ખૂટી પડે તેવી સ્થિતિ જોવા મળી હતી. જામનગરમાં ન્યુમોનિયા, તાવ, શરદી-ઉધરસ, પેટના દુઃખાવા, ડેન્ગ્યૂ, મેલેરિયા, વાયરલના કેસનો રાફડો ફાટ્યો છે. ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે, અને સરકારી, ખાનગી દવાખાનામાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે સવારે હોસ્પિટલની મુલાકાત લેવામાં આવતા દર્દીઓની ભારે સંખ્યા જોવા મળી હતી. દર્દી સવારે કેસ કઢાવે તો બપોર સુધી તેનો ડોક્ટર સુધી પહોંચવામાં વારો આવતો નથી. મળતી માહિતી મુજબ હાલની સ્થિતિએ એટલા બધા દર્દીઓ દાખલ છે કે ખાટલા ખૂટી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં પણ દરેક વોર્ડમાં ક્ષમતા કરતા વધુ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. પરિણામે કેટલાક દર્દીઓને તો જમીન ઉપર સુવડાવી સારવાર કરવામાં આવી રહી છે. જામનગરમાં જંતુનાશક દવાનો છંટકાવ સઘન સફાઈની વધુ ખાસ જરૂરિયાત છે અન્યથા હજુ પણ રોગચાળો વકરી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh