Advertisement
Author: નોબત સમાચાર

પટેલ પાર્ક તથા સીદીપીરની શેરીમાં ઘોડીપાસા વડે જુગાર રમતા બાર ઝબ્બે

બંને સ્થળેથી કુલ પોણા લાખનો મુદ્દામાલઃ

જામનગર તા. ૧૭: જામનગરના રણજીતસાગર રોડ પર પટેલ પાર્કમાં ગઈકાલે રાત્રે ઘોડીપાસા વડે જુગાર રમતા પાંચ શખ્સ તથા સીદી પીર શેરી પાસે ઘોડીપાસા ફેંકી પૈસાની હારજીત કરતા સાત શખ્સને પોલીસે દબોચી લીધા હતા. કુલ આઠ મોબાઈલ સહિત રૂપિયા પોણા લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં એક સ્કૂલ પાસે ગલીમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દોઢ વાગ્યે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા અમિત સુભાષભાઈ ગંઢા, જયેશ કિશોરભાઈ સોલંકી, બાબુલાલ દિનેશભાઈ ગોહિલ, હિતેશ જેરામભાઈ ઢાકેચા, મિલન દિલીપભાઈ ગંઢા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ.૨૬૮૦૦ રોકડા તથા ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યાે છે.

ઉપરોક્ત દરોડા પછી રાત્રે અઢી વાગ્યે સિટી એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફે સીદીપીરની શેરીમાં બાપુના ડેલા પાસે દરોડો પાડતા ત્યાંથી ઘોડીપાસા વડે જુગાર રમતા ધર્મેન્દ્ર છગનલાલ ચૌહાણ, અકરમ કાસમ દરજાદા, બુદ્ધદેવ પ્રતાપભાઈ ઝાલા, ધવલ હરીશભાઈ ચૌહાણ, શ્યામ અનિલભાઈ ધંધુકીયા, નવીન ભીમજીભાઈ ચાવડા, વિજય નયનભાઈ ચાવડા નામના સાત શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૧૧,૫૫૦ રોકડા, પાંચ મોબાઈલ મળી કુલ રૂ.૩૨,૦૫૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh