Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકાના દરિયાકાંઠેથી ૯૩ લાખનું ચરસ ભરેલા બે પેકેટ બિનવારસુ મળ્યા

એસઓજીએ ૧૮૬૬ ગ્રામ ચરસ કબજે કરી તપાસ આરંભીઃ

ખંભાળિયા તા. ૧૭: ઓખામંડળના બેટ દ્વારકાના દરિયાકાંઠે આવેલી એક દરગાહ પાસેથી ગઈકાલે ચરસના બે પેકેટ બિનવારસુ મળી આવ્યા છે. અંદાજે રૂ.૯૩ લાખ ઉપરાંતના ચરસના આ પેકેટ એસઓજીએ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. કેટલાક મહિના અગાઉ દ્વારકા પંથકના દરિયાકાંઠેથી બિન વારસુ ડ્રગ્સ મળી આવ્યા પછી આ સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે.

સમગ્ર દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર સ્થિત દ્વારકા પંથકના દરિયા કાંઠેથી બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે. થોડા મહિનાઓ પહેલાં દ્વારકા પંથકના જુદા જુદા દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ બિનવારસુ મળી આવ્યા હતા. જેને પોલીસે કબજે કર્યા પછી ગઈકાલે બેટ દ્વારકાના પૂર્વ તરફના દરિયાકાંઠે શેખ પીરની દરગાહથી આગળ અફઘાની ચરસના બે પેકેટ મળ્યા છે. અગાઉ મળેલા ડ્રગ્સના જથ્થા અંગે પોલીસે શરૂ કરેલી તપાસમાં સઘન ચેકીંગ હોવાનું જાણી કોઈ ડ્રગ માફિયાઓએ ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દીધા હોવાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું હતું. તે પછી ગઈકાલે ૧ કિલો અને ૮૬૬ ગ્રામ વજનના અફઘાની ચરસના બે પેકેટ સાંપડ્યા છે.

આ બાબતની જાણ દ્વારકા એસપી નિતેશ પાંડેયને કરવામાં આવતા ડીવાયએસપી સાગર રાઠોડ તથા એસઓજીની ટીમ બેટ દ્વારકા ધસી ગઈ હતી. ત્યાંથી પ્લાસ્ટિકની થેલીમાં ૧૮૬૬ ગ્રામ વજનનું અફઘાની ચરસ મળી આવ્યંુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ.૯૩ લાખ ૩૦ હજારની કિંમતના ચરસના આ જથ્થાને એસઓજીએ કબજે કર્યંુ છે. એસઓજીના પીએસઆઈ આર.જી. વસાવાએ ખુદ ફરિયાદી બની કોઈ અજાણ્યા શખ્સોએ ઉપરોક્ત માદક પદાર્થની હેરાફેરી કરી કોઈ કારણસર તેને દરિયામાં અથવા દરિયાકાંઠે ફેંકી દીધાની ફરિયાદ બેટ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવી છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી દ્વારકા ઉપરાંત કચ્છ, સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠેથી બિનવારસુ ડ્રગ્સના જથ્થા મળી રહ્યા છે ત્યારે ગઈકાલે ડ્રગ્સના વધુ બે પેકેટ મળી આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh