Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર-ખંભાળિયા બાયપાસ વચ્ચે ટ્રક હેઠળ ઝંપલાવી યુવાને કરી લીધો આપઘાત

ખિસ્સા તેમજ બેંકમાં હતી ગંજાવર રકમઃ કારણ અકળઃ

જામનગર તા. ૧૭: જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે રોડ પર ગઈકાલે એક યુવાને ટ્રક હેઠળ ઝંપલાવી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ યુવાનના ખિસ્સામાંથી રૂ.૯૨ હજાર રોકડા મળી આવ્યા હતા. તેના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડ અને પાસબુકના આધારે તેની ઓળખ થઈ છે. આ યુવાન પાસે લાખોની રકમ બેંકમાં જમા હતી.

જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે આવેલા દરેડ જીઆઈડીસી ફેસ-ર નજીક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના રોડ પર ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યે એક યુવાન બેઠા હતા.

આ યુવાને ત્યાંથી પસાર થતાં નાના મોટા વાહનો પર નજર રાખ્યા પછી ત્યાંથી નીકળેલા જીજે-૧૦-ટીટી ૮૦૭૯ નંબના ટ્રકને જોયા પછી અચાનક જ દોટ મૂકી તે ટ્રક હેઠળ ઝંપલાવ્યું હતું. ટ્રકનો જોટો આ યુવાન પરથી ફરી વળ્યો હતો અને તે યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. અચાનક બનેલા આ બનાવને પગલે ટ્રક ડ્રાઈવર પણ હેબતાયો હતો.

પોલીસ મથક નજીક જ આ બનાવ બનતા પોલીસ ટીમ તરત જ આવી પહોંચી હતી. ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ આ યુવાન છેલ્લા બેએક દિવસથી તે સ્થળે બેસેલા જોવા મળી રહ્યા હતા અને કપડા તેમજ ચહેરા પરથી માનસિક અસ્થિર જણાઈ આવતા હતા. પોલીસે મૃતકના કપડાની તલાશી લેતા તેમાંથી આધાર કાર્ડ તેમજ એક બેંકની પાસબુક અને રૂ.૯ર હજાર રોકડા મળ્યા હતા.

પોલીસે આધારકાર્ડ પર રહેલા નામ-એડ્રેસ પરથી મૃતકનું નામ સંજય બાબુભાઈ જેઠવા અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચમડીયા કૂવા પાસે રહેતા હોવાનું જાણ્યું હતંુ અને સંજયભાઈના પરિવારને જાણ કરી હતી. દોડી આવેલા મૃતકના મોટાભાઈ દીપકભાઈ જેઠવાએ પોતાના ભાઈના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક સંજયભાઈ જેઠવા (ઉ.વ.૪૮) પાસેથી મળેલી પાસબુકમાં લખ્યા મુજબ તેમના બેંક એકાઉન્ટમાં રૂ.૧૯ લાખની રકમ જમા પડી છે. આમ છતાં આ યુવાન કઈ રીતે માનસિક અસ્થિરતાનો ભોગ બન્યા અને ધોરાજીથી જામનગર આવ્યા પછી સતત બે દિવસ સુધી પોલીસ મથક સામે બેઠા હતા અને ગઈકાલે તેઓએ ટ્રક નીચે ઝંપલાવી મોત વ્હાલુ કરી લીધુ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh