Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ભાજપની જાહેર સભામાં ગોઠવાયો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

અગાસી પરથી નારા લગાવનાર યુવાનોની અટકાયતઃ

ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયામાં ગઈકાલે જામનગર-દ્વારકા સંસદીય મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની જાહેર સભાયોજવામાં આવી હતી. પોલીસે સભા સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સભા સ્થળ તરફ જતા તમામ માર્ગ પર સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેથી સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જો કે, નજીકમાં આવેલી અગાસીઓમાંથી સૂત્રોચ્ચાર કરાયા હતા અને કેટલાક યુવાનોને પોલીસે અટકાયતમાં લીધા હતા.

ખંભાળિયાના જોધપુરનાકા ચોકમાં ગઈકાલે જામનગર દ્વારકા સંસદીય મતવિસ્તારના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીની સભા જેવો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જોધપુર નાકા તરફ એટલે કે સભા સ્થળે જવાના તમામ રસ્તાઓ પર બેરીકેડ ગોઠવી દેવામાં આવ્યા હતા. તે ઉપરાંત તાલુકા પંચાયત તરફથી આવતા માર્ગ ઉપરાંત બજાણા રોડ, નવાપરા, બજાર, સર્કીટ હાઉસ, પોલીસ સ્ટેશન સહિતના રોડ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ત્યાંથી પસાર થતાં વ્યક્તિઓના આધાર કાર્ડ, આઈકાર્ડ ચકાસવામાં આવ્યા હતા અને શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવવામાં આવ્યા હતા.

દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા એલસીબી, એસઓજી અને જિલ્લાના અન્ય પોલીસ મથકના સ્ટાફ તેમજ જામનગરથી આવેલા ચુનંદા પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં ગોઠવાયો હતો.

પોલીસની સજ્જડ વ્યવસ્થાથી દેખાવો કરવા આવનાર વ્યક્તિઓનું આયોજન સફળ થયું ન હતંુ. કેટલાક યુવાનોએ સભા સ્થળ પર આવેલા મકાનોની અગાસી પર ચઢી જય ભવાની સુત્રોચ્ચાર કર્યાે હતો. પોલીસે તેઓને ડીટેઈન કરી લીધા હતા. સભા પૂર્ણ થયા પછી પણ કેટલાક સમય સુધી બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો હતો. રવિવારે ખીજદળમાં ભાજપના પ્રચાર રથને રોકી કરાયેલી તોડફોડ પછી પણ કડકાઈની સૂચના મળતા પોલીસતંત્ર ગઈકાલે સાબદુ બન્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh