Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુરના ચમત્કારી હનુમાન મંદિરે
મીઠાપુર તા. ૩૦ : મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ લિ. ના મેઈન ગેટની સામે આવેલ શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમા આ પ્રસંગે શ્રી ચમત્કારી હનુમાનજીને રાજભોગ-મહાપ્રસાદના મુખ્ય યજમાન વિનોદભાઈ હિન્ડોચા- એડવોકેટ જીતેન્દ્રભાઈ હિન્ડોચા (જામખંભાળીયા) તેમજ નૂતન ધ્વજારોહણ અને શ્રી હનુમાનજી મહારાજને અન્નકોટ પ્રસાદના મુખ્ય યજમાન દ્વારકા તાલુકા ક્ષત્રિય વાઘેર સમાજના અગ્રણી અરજણભા જખરાભા કેર પરિવાર હતો. આ દિવસે ચમત્કારી હનુમાનજી મંદિરના જીર્ણોધ્ધારને બે વર્ષ પૂર્ણ થતાં ટાટા કેમિકલ્સ લી. ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી કામથ તથા ટાઉન અધિકારી મોઢવાડીયા સાથે રોય, ચક્રવર્તી, ગંગારામાણી, સુરેશ પટેલ, પ્રદીપ સોઢા, દિનેશ ચાનપા, એન.આર. મૈત્રી, વ્યાસ, ભાવેશ ભાયાણી, કંપનીના તમામ ઉચ્ચ અધિકારી ગણ તથા ટાટા હોસ્પિટલના હેડ મેડિકલ ઓફિસર ડો. સંજીવ ભટનાગર, એમ.ડી. ડો. દિવ્યેશ કાલરીયા ખાસ હાજરી આપી શ્રી ચમત્કારી હનુમાનજી મહારાજના દર્શન કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડે, મીઠાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એચ. જોષી, પીએસઆઈ પી.ટી. વાનીયા, પોલીસ સ્ટાફ, દેવભૂમિ દ્વારકા તાલુકાનો પત્રકાર ગણ તથા બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભકતોએ દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આ શુભ પ્રસંગે સુરજકરાડી વેપારી એસોસિએશન પ્રમુખ રાજુભાઈ સુતરીયા, પ્રભુદાસભાઈ કાનાણી, કમલેશભાઈ સામાણી, બાલમુકુન્દ ગૌશાળા મીઠાપુરના પ્રમુખ દિલીપભાઈ કોટેચા, સુરજકરાડી માધવ પાંજરાપોળના પ્રમુખ મુકુન્દભાઈ ભાયાણી, અશોકભાઈ સચદેવ, ન્યુ રેંકડી બજાર મીઠાપુર વેપારી મંડળના પ્રમુખ રીતેશભાઈ ગોકાણી, ઓખા નગરપાલિકાના ભાસ્કરભાઈ મોદી, ચેતનભાઈ માવાણી, ખેતશીભાઈ ગોરી, ભાવેશભાઈ કાનાણી, મીઠાપુર વેપારી મંડળના પ્રમુખ ઓખામંડળના વકીલ, મહેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રભાઈ ચોકસી, રામકૃષ્ણ ભાયાણી, વાઘેલા, અનિલ ફફલ, ટાટા કંપની કોન્ટ્રાકટર ખેરાજભા કેર, આ દરેક લોકોનું શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરના સદસ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને શ્રી ચમત્કારી હાુમાનજી દાદાની છબી ભેટમાં આપવામાં આવી હતી.
હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે તમામ પુજા વિધિ શૈલેષભાઈ અત્રી મહારાજ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. આ મહોત્સવને સફળ અને ભવ્ય બનાવવા શ્રી ચમત્કારી હનુમાનજી મંદિર કમિટીના સદસ્યો કમલેશભાઈ પારેખ, નરેન્દ્રભાઈ પીઠવા, ગીરીશભાઈ સોની, નરેન્દ્રભાઈ ટાકોદરા, પ્રવિણભાઈ ચૌહાણ, દિપુભાઈ ચોકસી, ખેંગારભા માણેક, મુકેશભાઈ આચાર્ય, ગોવિંદભાઈ અસ્વાર, હિતુભાઈ ગોકાણી, દિપુભાઈ ચોકસી, જીતેન્દ્રભાઈ અસ્વાર, અતુલસિંહ રાઠોર, મનોજ પોપટ, વિજયભાઈ સિદ્ધપુરા, આશાપુરા મંદિર સેવા સમિતિ જોષી, રામભાઈ ગઢવી તથા અન્ય ધર્મપ્રેમી કાર્યકરોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ રાણા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભાવિકોએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial