Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તારીખોમાં ફેરફાર કરાયો
જામનગર તા. ૩૦: રાજ્યની તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉનાળું વેકેશનની તારીખોમાં ફેરફાર કરાયો છે. હવે તા. ૦૯-૦૫-૨૪થી તા. ૧૨-૦૬-૨૪ સુધી ઉનાળું વેકેશન રહેશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે ઉનાળું વેકેશન માટે સુધારેલ પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં તા. ૦૯-૦૫-૨૪ થી તા. ૧૨-૦૬-૨૪ સુધી ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આ પહેલાં તા. ૦૬-૦૫-૨૪ થી તા. ૦૯-૦૬-૨૪ સુધી વેકેશન જાહેર કરાયું હતું. પરંતુ વેકેશન ત્રણ દિવસ પાછું ઠેલવામાં આવ્યું છે.
કારણ કે તા. ૦૬ મે થી વેકેશન આપવામાં આવે તો તા. ૦૭ મે એ ગુજરાતમાં મતદાન થવાનું છે. તેમાં શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. આથી વેકેશન ચૂંટણી પછી આપવાનો નિર્ણય લેવાયો છે.
હવે તા. ૧૩ જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial