Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી યથાવત

પવનની ઝડપ ઘટતા ગરમી વધુ અનુભવાઈ

જામનગર તા. ૩૦: જામનગરમાં આજે તાપમાનનો પારો વધ-ઘટ વગર સ્થિર રહ્યો હતો. જો કે પવનની ઝડપમાં ઘટાડો થયો હોવાથી વધુ ગરમી અનુભવાઈ હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો કોઈ વધ-ઘટ વગર ૩૭.૫ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. જ્યારે ન્યુનત્તમ તાપમન ૨૬ ડિગ્રી અને ભેજનું પ્રમાણ ૫૮ ટકા તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકના ૧૫ થી ૨૫ કિમીની રહી હતી. આમ પવનની ઝડપ ઘટતા ગરમીનો વધુ અહેસાસ થયો હતો.

જો કે સૌરાષ્ટ્ર-ગુજરાતના અન્ય કેટલાક મોટા શહેરો જેમ કે અમદાવાદ, રાજકોટ, અમરેલીમાં તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે જામનગરમાં તેની સરખામણીએ ૩ થી ૪ ડિગ્રી તાપમાન નીચું રહેતા થોડી રાહત જોવા મળી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh