Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક ધારાસભ્યનો પીએ અને બીજો રાજકીય કાર્યકર હોવાનું ખૂલ્યુ :
અમદાવાદ તા. ૩૦: અમિત શાહના ફેક વીડિયો વાયરલ કરનાર બે લોકો ઝડપાયા છે. અમદાવાદ સાઈબર ક્રાઈમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપ્યો છે. આર.બી. બારિયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી. ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી, તે ઉપરાંત સતિષ વણસોલાની પણ ધરપકડ કરાઈ છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સાઈબર ક્રાઈમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપ્યો છે. તેમાં આર.બી. બારિયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી, જેમાં ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી.
સતિષ વણસોલા અને આર.બી. બારિયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સતિષ વણસોલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો પીએ છે તથા વડગામ કાર્યાલયની કામગીરી સતિષ સંભાળે છે, તેમજ આરોપી આર.બી. બારિયા આપનો કાર્યકર્તા હોવાનું ખુલ્યું છે.
અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રીના ભાષણને ખોટી રીતે રજૂ કરનારને આરોપીની અટકાયત એવું સૂચવે છે કે, આ પ્રકારની હરકત મોંઘી પડી શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે, તેવું થોડા જ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું અને ચૂંટણી આવી છે ત્યારે ખરેખર મોર્ફ વીડિયો બનાવી દુરૂપયોગ થઈ રહ્યો હોવાનું કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના ફરી રહેલા નકલી વીડિયો પરથી સાબિત થયું છે. આ મામલે રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચ્યો છે.
તાજેતરમાં પણ આ પ્રકારના વીડિયો મામલે ભાજપના મુંબઈ એકમ દ્વારા પણ મુંબઈ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુંબઈના ભાજપ સચિવ પ્રતિક કર્પે દ્વારા મહારાષ્ટ્ર કોંગ્રેસ (યુથ) ના સોશિયલ મીડિયા હેન્ડલ વિરૂદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. મહાવિકાસ આઘાડી સંબંધિત મહારાષ્ટ્ર કોંગ્રેસ યુથના એક્સ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ, ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો મૂકવામાં આવ્યો હતો. અમિત શાહના ફેરવવામાં આવી રહેલા નકલી વીડિયોમાં તે ઓબીસી, એસસી, એસટી અનામત નાબૂદ કરવા વિશે બોલતા હોવાનું જણાય છે, જો કે આ વીડિયો નકલી હોવાનું જણાયું હતું. આ પૂર્વે આપેલા ભાષણમાં અમિત શાહે જણાવ્યું હતું કે, તેમની સરકાર આવશે તો ગેરબંધારણીય રીતે મુસ્લિમ સમાજને આપવામાં આવેલું અનામત તે કાઢશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial