Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ રન-વેઃ ૪૦૦ એરક્રાફટ ગેઈટઃ અત્યાધુનિક ટેકનોલોજી
દુબઈ તા. ૩૦ : દુબઈમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનશે જેમાં પાંચ રન-વે, ૪૦૦ ગેટ હશે, યુએઈ શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે જાહેરાત કરી છે તે મુજબ દુબઈમાં નવા બનતા એરપોર્ટ પર કુલ ૩પ બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ થશે.
યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) પ્રવાસન ક્ષેત્રે કૂદકે ને ભૂસકે પ્રગતિ કરી રહ્યું છે. તેને જોતા યુએઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે એક મોટી જાહેરાત કરી છે. શેખ મોહમ્મદ બિનએ રવિવારે તેમના ટ્વીટર એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે દુબઈ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ, તેનું બંદર, શહેરી કેન્દ્ર અને એક નવું વૈશ્વિક કેન્દ્ર બનશે. આ અંતર્ગત તેમણે લગભગ યુએસ ૩પ ડોલર એટલે કે (રૂ. ર.૯ લાખ કરોડ) ના નવા એરપોર્ટ પ્રોજેકટની જાહેરાત કરી છે.
શેખ મોહમ્મદે વધુમાં જણાવ્યું કે નવા એરપોર્ટને અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ કહેવામાં આવશે અને તેમાં પ રનવે હશે, ર૬૦ મિલિયન મુસાફરોને હોસ્ટ કરવાની ક્ષમતા અને ૪૦૦ એરક્રાફટ ગેટ હશે. તેમણે વધુમાં કહ્યું કે આ નવો પ્રોજેકટ અમારા બાળકો અને તેમના બાળકો માટે સતત અને સ્થિર વિકાસ સુનિશ્ચિત કરશે. ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રથમ વખત.
પ્રથમ વખત નવી ઉડ્ડયન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે
દુબઈમાં શાસકે વધુમાં કહ્યું કે આ એરપોર્ટ હાલના દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતા પ ગણું કદનું હશે અને આવનારા વર્ષોમાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની તમામ કામગીરી તેના પર ટ્રાન્સફર કરવામાં આવશે. અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ દર વર્ષે ર૬૦૦ મિલિયન મુસાફરોને હોસ્ટ કરતું વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે. આવનારા વર્ષોમાં તે હાલના દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરતાં પ ગણું કદનું હશે. દુબઈ દક્ષિણમાં એરપોર્ટની આસપાસ એક આખું શહેર બનાવવામાં આવશે કારણ કે પ્રોજેકટ ૧ મિલિયન લોકો માટે આવાસની માંગ કરશે. આ એરપોર્ટ લોજિસ્ટિક અને એવિએશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપનીઓને હોસ્ટ કરશે. નવા ટર્મિનલનો ખર્ચ એઈડી ૧ર૮ બિલિયન (યુએસ ૩૪.૮પ બિલિયન ડોલર અથવા રૂ. ર.૯ લાખ કરોડ) થશે. ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રથમ વખત નવી ઉડ્ડયન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial