Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભીલવાસમાં વૃદ્ધ પર ધોકા-પાઈપથી હુમલોઃ
જામનગર તા. ૩૦: જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં નોનવેજની રેંકડીએ ગઈકાલે રાત્રે નાસ્તો ઝડપથી આપવાની બાબતે રેંકડીધારક પર બે શખ્સે હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે ભીલવાસમાં એક વૃદ્ધને બે પાડોશીએ ધોકા-પાઈપથી લમધારી નાખ્યા હતા. પોલીસે હુમલાખોરો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર મહાવીરનગરમાં રહેતા અને શંકરટેકરી ઉદ્યોગનગરમાં પાણાખાણ પાસે નોનવેજની નાસ્તાની રેંકડી ચલાવતા પરસોત્તમ વાસુદેવ ચાંદ્રા ગઈકાલે રાત્રે નવેક વાગ્યે પોતાની રેંકડી પર હતા ત્યારે ત્યાં આવેલા જયેશ પટેલ તથા મુન્ના પટેલ નામના બે શખ્સે નાસ્તાનો ઓર્ડર કર્યાે હતો.
ત્યારપછી કેટલી વાર લાગશે? તેમ કહી બંને શખ્સે ગાળો ભાંડતા પરસોત્તમે ગાળો ભાંડવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા બંને શખ્સે હુમલો કર્યાે હતો. ત્યાં પડેલો તાવડીનો હાથો ઉપાડી આ શખ્સોએ પરસોત્તમભાઈને આંખ નીચે ફટકાર્યાે હતો અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ થઈ છે.
જામનગરના એરફોર્સ રોડ પર ખેતીવાડી ફાર્મ સામે ભીલવાસમાં રહેતા શ્યામસુંદર શિવદુલારે ભારતી (ઉ.વ.૭૦) ને ત્યાં તેમના મિત્ર જેનીશભાઈ અવારનવાર બેસવા આવતા હોય અને તે બાબત પાડોશમાં જ રહેતા સંજય ઉર્ફે સાંઢીયા તથા સોનીયા રાવળ નામના શખ્સોને ગમતી ન હતી. આથી ગઈકાલે સાંજે બોલાચાલી કરી ધોકા, પાઈપથી હુમલો કરી શ્યામસુંદર ભારતીને માર માર્યાે હતો. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial