Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫ોણા છ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૩૦: જામનગર નજીકના એક ગામમાંથી પોણા છ વર્ષ પહેલાં તેર વર્ષની એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવા અંગે એક શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.
જામનગર તાલુકાના એક ગામમાં રહેતી સગીરાનું વર્ષ ૨૦૧૮માં ગુલાબ પૂંજાભાઈ નામના શખ્સે અપહરણ કરી તેણીને પોતાના ગામમાં લઈ જઈ અસંખ્ય વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
આ ગુન્હામાં પોલીસે આરોપી ગુલાબ પૂંજાભાઈની ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદી, ભોગ બનનાર, તબીબ, પોલીસ અધિકારી વગેરેની જુબાની લેવામાં આવી હતી. તે પછી આરોપી પક્ષે કરેલી દલીલોમાં તે સગીરાના જન્મ તારીખનો દાખલો ચોક્કસપણે પુરવાર થતો ન હોવાનંુ બહાર આવ્યું હતું. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી ગુલાબ પૂંજાભાઈનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અજય પટેલ, પરેશ નંદા, સંદીપ લખીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial