Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાઘેડી પાસે અકસ્માતમાં વાલાસણના વૃદ્ધનું મૃત્યુઃ
જામનગર તા. ૩૦: રાજકોટના બે યુવતી ગયા બુધવારે સ્કૂટરમાં રાજકોટથી સિક્કા આવવા માટે નીકળ્યા હતા. તેઓના સ્કૂટરને ધ્રોલ નજીક જાયવા પાસે એક ઈકો મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. બંને યુવતી ઘવાઈ છે. ગઈકાલે સવારે નાઘેડી પાસે રોડ ક્રોસ કરતા મૂળ જામજોધપુરના વાલાસણ ગામના વૃદ્ધનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. મોટરચાલક સામે ગુન્હો નોંધાયો છે.
રાજકોટના કોઠારીયા રોડ પર ઈન્દિરાનગરમાં રહેતા હીનાબેન બાબુપરી ગોસાઈ અને તેમના બહેન જાગૃતિબેન ગઈ તા.૨૪ની બપોરે રાજકોટથી સિક્કા આવવા માટે જીજે-૩-એમએસ ૩૪૨ નંબરના એક્ટિવા સ્કૂટરમાં નીકળ્યા હતા.
આ બંને યુવતી જ્યારે ધ્રોલ નજીક જાયવા ગામના પાટીયા પાસે પહોંચી ત્યારે પાછળથી જીજે-૧૦-સીજી ૯૬૬૧ નંબરની ઈકો મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે આગળ જતા સ્કૂટરને ઠોકર મારી દેતાં હીનાબેન તથા જાગૃતિબેન ફેંકાઈ ગયા હતા. આ અકસ્માતમાં હીનાબેનનો પગ ભાંગી ગયો છે. જ્યારે જાગૃતિબેનને પણ ઈજા થઈ છે. ધ્રોલ પોલીસે હીનાબેનની ફરિયાદ પરથી મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર નાઘેડીમાં માધવ ગ્રીન-રમાં રહેતા મૂળ જામજોધપુરના વાલાસણ ગામના દીપસિંહ રેવતુભા વાળા (ઉ.વ.૭૨) નામના વૃદ્ધ ગઈકાલે સવારે દસેક વાગ્યે નાઘેડી ગામના પાટિયા પાસેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે જીજે-૧૦-સીએન ૯૭૮૭ નંબરની મહિન્દ્રા કંપનીની એક્સયુવી મોટરે તેઓને હડફેટે લીધા હતા. રોડ પર જોશભેર પછડાયેલા દીપસિંહનું માથામાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. મોટરના ચાલક સામે તેમના પુત્ર અમિતસિંહ વાળાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial