Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ એનસીસી ડાયરેકટરેના ડીડીજીની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૩૦: જામનગરમાં ગત તા. રપ ના ગુરૂવારે નેશનલ હાઈસ્કૂલમાં જામનગર એનસીસી ગ્રુપ દ્વારા તાલીમ વર્ષ ર૦ર૩-ર૪ નો વાર્ષિક સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
૬૬ વિજેતાને અતિથિ વિશેષ એનસીસી ગુજરાત, દાદરા અને નગર હવેલી, દીવ અને દમણના ડેપ્યુટી ડાયરેકટર જનરલ બ્રિગેડિયર રૂપિન્દર સિંઘ દ્વારા, જામનગર એનસીસી ગ્રુપના કમાંડર કર્નલ એચ.કે. સિંઘ, વરિષ્ઠ એનસીસી અધિકારીઓ તથા કેડેટ્સની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતાં.
વર્ષ ર૦ર૩-ર૪ માં કેડ્રેસને ગણતંત્ર દિવસ પરેડ કેમ્પ તથા વિવિધ યુનિટ્સ અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ માટે એસોસિએટ એનસીસી ઓફિસર્સ તથા પીઆઈ સ્ટાફ, કેડે્ટસને સામાજિક જાગૃતિ તથા રાષ્ટ્ર સેવા માટે પ્રશિક્ષિત કરવા, વાર્ષિક તાલીમી કેમ્પ, શસ્ત્ર તાલીમ, પરેડ પ્રશિક્ષણ તેમજ એનસીસીના વિવિષ વિષયોના તાલીમી વર્ગો યોજવા માટે અને સિવિલ સ્ટાફને સુવ્યવસ્થિત રીતે ખાતાકીય ફરજ બજાવવા અંગે સન્માનિત કરવામાં આવ્યા હતાં.
બ્રિગેડિયર રૂપિન્દર સિંઘે કેડેટ્સને પ્રોત્સાહિત કરતા સંબોધનમાં જણાવ્યું હતું કે, 'તમારે દૃઢ અને મોટું લક્ષ્ય નક્કી કરી, તેના પર મક્કમપણે આગળ વધી સફળ થવાનું છે.'
આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર એેજ્યુકેશન સોસાયટી સંચાલિત નેશનલ હાઈસ્કૂલના ચેરમેન બિપીનભાઈ ઝવેરી, ટ્રસ્ટી એ.પી. અમૃતિયા, આચાર્ય ડી. એસ. ગોહિલ તથા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial