Advertisement
Author: નોબત સમાચાર

ગોખલાણા ગામમાં ૪૦૦ થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગ થતા દોડધામઃ બાળકોને વધુ અસર

અસરગ્રસ્ત દર્દીઓ જસદણ હોસ્પિટલમાં ખસેડાયા

જસદણ તા. ૩૦: જસદણના ગોખલાણામાં ૪૦૦ થી વધુ લોકોને વધુ ફૂડ પોઈઝનીંગ થયું છે. નાના બાળકોને વધુ અસર થઈ છે. અસરગ્રસ્તોને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે, ગોખલાણામાં ફૂડ પોઈઝનિંગ થતા રાત્રે દોડધામ મચી છે. ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયો છે.

જસદણના ગોખલાણામાં ૪૦૦ થી વધુ લોકોને ફૂડ પોઈઝનીંગ થયું છે. જેમાં માતાજીના માંડવામાં પ્રસાદ આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું. તેમાં ફૂડ પોઈઝનિંગની અસર સૌથી વધુ નાના બાળકોને થઈ છે. તેમજ ગોખલાણામાં ફૂડ પોઈઝનીંગ થતા રાત્રે દોડધામ મચી હતી.

જેમાં અસરગ્રસ્તોને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં તથા ફૂડ પોઈઝનિંગને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જસદણના ગોખલાણામાં માતાજીના માંડવામાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ગોખલાણા ગામમાં મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જમવામાં ફૂડ પોઈઝિંગ થતા રાત્રે દોડધામ મચી જવા પામી હતી. તેમજ ઘટના સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ દોડી આવી હતી. અને જસદણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ખસેડવામાં આવ્યા હતાં. તેમજ કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું. તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh