Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેક્સિન બનાવનાર એસ્ટ્રાઝેનેકા કંપનીએ બ્રિટિશ કોર્ટમાં સ્વીકાર કર્યો કે,
નવી દિલ્હી તા. ૩૦: કોરોના મહામારી દરમિયાન વેક્સિન કોવિશીલ્ડ લગાવનારા લોકો માટે માઠા સમાચાર છે. વેક્સિન બનાવનાર કંપનીએ કોર્ટમાં સાઈડ ઈફેક્ટનો સ્વીકાર કર્યો છે. મહામારીના ૪ વર્ષ પછી એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે વેક્સિન લેવાથી શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જવા સહિતની આડઅસરો થઈ શકે છે, જો કે કંપનીએ એવો દાવો પણ કર્યો છે કે આવું ભાગ્યે જ થઈ શકે છે.
રોગપ્રતિકારક રસી બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેની કોવિડ-૧૯ રસી ટીટીએસ જેવી દુર્લભ આડઅસર પેદા કરી શકે છે. ટીટીએસ એટલે કે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ શરીરમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બને છે. તેનાથી પીડિત વ્યક્તિને સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર વગેરે જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
ઉલ્લેખનિય છે કે, કોરોના રોગચાળા દરમિયાન લોકોને રોગથી બચાવવા માટે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી આપવામાં આવી હતી. ભારતમાં તેની રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો લોકોને લાગુ કરવામાં આવી હતી. રોગચાળાના લગભગ ૪ વર્ષ પછી એસ્ટ્રાઝેનેકાએ હવે સ્વીકાર્યું છે કે તેની કોવિડ રસી લોકોમાં દુર્લ્ભ આડઅસરો પેદા કરી શકે છે.
બ્રિટિશ હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં એસ્ટ્રાઝેનેકાએ આડ અસરોનો સ્વીકાર કર્યો છે, જો કે રસીના કારણે થતી આડઅસર સ્વીકાર્યા પછી પણ કંપની તેના કારણે થતા રોગો અથવા ખરાબ અસરોના દાવાનો વિરોધ કરી રહી છે. આ સમાચાર ભારત માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે કોવિડ-૧૯ ના ફેલાવા દરમિયાન તે જ ઓક્સફોર્ડ-એસ્ટ્રોઝેનેકા રસીનો અહીં કોવિશિલ્ડના નામથી મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતીય કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એસ્ટ્રાઝેનેકા પાસેથી મેળવેલા લાયસન્સ હેઠળ દેશમાં આ રસીનું ઉત્પાદન કર્યું હતું અને તેનો ઉપયોગ માત્ર ભારતના કોવિડ રસીકરણ અભિયાનમાં જ થયો નહતો, પરંતુ વિશ્વના ઘણાં દેશોમાં તેની નિકાસ પણ કરવામાં આવી હતી. કોવિશિલ્ડ ઉપરાંત આ રસી ઘણાં દેશોમાં વેક્સાજવેરિયા બ્રાન્ડ નામથી પણ વેંચવામાં આવી હતી. એસ્ટ્રાઝેનેકા સામે આ કેસ જેમી સ્કોટ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમને આ રસી લીધા પછી મગજને નુક્સાન યું હતું. ઘણાં પરિવારોએ આ રસીની આડઅસર અંગે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી.
કોર્ટમાં પહોંચેલા ફરિયાદીઓએ કંપની પાસેથી શરીરને થયેલા નુક્સાન માટે વળતરની માંગ કરી છે. ખાસ વાત એ છે કે બ્રિટને હવે સુરક્ષાના કારણોસર આ વેક્સિન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીની આ સ્વીકૃતિ પછી વળતરની માંગણી કરનારા લોકોની સંખ્યા પણ વધી શકે છે.
ભારતમાં કોવિડ પછી આવા મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, જેનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. આમાના મોટાભાગના કોઈને કઈ શારીરિક સમસ્યા અથવા અન્ય સાથે જોડાયેલા હતાં અને સરકાર અને આરોગ્ય જગત ક્યારેય માનતા ન હતાં કે કોવિડ રસીની આડ અસરોને કારણે આવું થઈ શકે છે.
હવે કંપનીની આ સ્વીકૃતિ પછી ભારતમાં પણ મુકદ્દમોનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. દુર્લભ કિસ્સાઓમાં કેટલીક રસીઓના ઉપયોગ પછી થ્રોમ્બોસિસ થ્રોમ્બોસા યટોપેનિયા સિન્ડ્રોમ થઈ શકે છે. ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે તેના દ્વારા વિકસિત કોવિડ રસીઓ, કોવિશિલ્ડ અને વેક્સેવેરિયા, કેટલાક કિસ્સાઓમાં ટીટીએસનું કારણ બની શકે છે તે પછી આવે છે. ટીટીએસ મગજ અથવા અન્ય આંતરિક અવયવોની રક્ત વાહિનીઓમાં ગંઠાવાનું નિર્માણ અને પ્લેટલેટની ઓછી સંખ્યા સાથે સંબંધિત છે.
એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને કોવિડ વિરોધી રસી વિક્સાવી છે. ઘણાં બ્રિટિશ મીડિયા અહેવાલોમાં કંપનીની રસી પર ગંભીર રોગો અને મૃત્યુ થવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારના અહેવાલો ઘણાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થયા છે. કેરળમાં નેશનલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન કોવિડ ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ જયદેવને જણાવ્યું હતું કે કોવિડ રસીઓએ ઘણાં મૃત્યુને રોકવામાં મદદ કરી હોવા છતાં આડઅસરોને નકારી શકાય નહીં.
જો કે, ડબ્લ્યુએચઓએ એડેનોવાયરસ વેક્ટર રસીઓ વિશે કહ્યું છે કે આવી પરિસ્થિતિઓ ભાગ્યે જ વિકસિત થાય છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશિલ્ડ નામની એન્ટિ-કોવિડ-૧૯ રસીનું ઉત્પાદન કર્યું, પરંતુ એમઆરએનએ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો ન હતો. તે વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. આ રસી માનવ કોષોમાં કોવિડ-૧૯- સ્પાઈક પ્રોટીનને વહન કરવામાં સક્ષમ બનાવવા માટે સંશોધિત ચિમ્પાન્ઝી એડેનોવાયરસનો ઉપયોગ કરે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાળકોના પિતા જેમી સ્કોટે ગયા વર્ષે કંપની સામે કેસ કર્યો હતો. તેણે લોહી ગંઠાઈ જવાની ફરિયાદ કરી હતી, જેના કારણે તે કામ કરી શકતો ન હતો. એપ્રિલ ર૦ર૧ માં રસી લીધા પછી તેને મગજમાં કાયમી ઈજા થઈ હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર હાઈકોર્ટમાં રસીની આડઅસરના પ૧ કેસ નોંધાયા છે, જેમાં પીડિત અને તેમના પરિવારોએ અંદાજે ૧૦ કરોડ પાઉન્ડ (લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયા) સુધીના નુક્સાનની માંગણી કરી છે.
એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી આ રસી વિક્સાવી છે. ભારતમાં આ રસી કોવિશિલ્ડ તરીકે ઓળખાય છે, જેનું ઉત્પાદન ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું હતું. સીરમ ઈન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે. ભારતમાં આપવામાં આવતી રસીના ડોઝમાંથી લગભગ ૮૦ ટકા માત્ર કોવિશિલ્ડના છે.
એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં દાખલ કરેલા કાનૂની દસ્તાવેજમાં કહ્યું છે કે, ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી વિકસિત કોરોના રસીની આડઅસર થઈ શકે છે. આ આડઅસરો થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ જેવી હોઈ શકે છે, પરંતુ આ ખૂબ જ દુર્લભ છે. એસ્ટ્રાઝેનેકાએ કોર્ટને કહ્યું કે, પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે કોરોનાની રસી ન મળવાના કિસ્સામાં પણ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ થઈ શકે છે. આવી સ્થિતિમાં એવું કહેવું યોગ્ય નથી કે રસી લીધા પછી લોકો આ સિન્ડ્રોમ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. કંપનીનું કહેવું છે કે ઘણાં સ્વતંત્ર અભ્યાસમાં આ રસી કોરોના સામે લડવામાં ઘણી અસરકારક સાબિત થઈ છે. આવી સ્થિતિમાં કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા આ અભ્યાસોને જોવું મહત્ત્વપૂર્ણ છે. કંપની માને છે કે રસીની આડઅસર અત્યંત દુર્લભ છે. કંપનીએ કહ્યું કે દર્દીની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. અમારી દવાઓ યોગ્ય ધોરણોને પૂર્ણ કરે છે અને અમે રસી સહિત તમામ દવાઓનો સુરક્ષિત ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે. કંપનીએ કોર્ટ સમક્ષ કહ્યું કે, એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ રસીના ક્લિનિકલ ટ્રાયલ અને વિશ્વભરમાં તેની સ્વીકૃતિ દર્શાવે છે કે મોટા પાયે રસીકરણ કાર્યક્રમને ફાયદો થયો છે, જે રસીની સંભવિત આડઅસરોનું જોખમ ઘટાડે છે. કંપનીનું કહેવું છે કે, કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન વેક્સિનની મદદથી વિશ્વભરમાં ૬૦ લાખ લોકોના જીવ બચાવ્યા છે. એસ્ટ્રાઝેનેકા કહે છે કે તેઓ રસી લીધા પછી વિવિધ પ્રકારની સમસ્યાઓનો દાવો કરતા લોકોની સ્થિતિ વિશે ચિંતિત છે, પરંતુ અમે હજુ પણ અમારા દાવા પર અડગ રહીએ છીએ કે તેની આડઅસર અત્યંત દુર્લભ કિસ્સાઓમાં જ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial