Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીની કસ્ટડી જરૂરી હોવાની દલીલ ગ્રાહ્યઃ
જામનગર તા. ૩૦: જામનગરના એડવોકેટની હત્યાના આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી નકારી કાઢવામાં આવી છે. દોઢ મહિના પહેલા હત્યા થયા પછી આ આરોપી નાસ્તો ફરી રહ્યો છે તેની પાસેથી હત્યા માટેની વિગતો મેળવવા તેની કસ્ટડી જરૂરી હોવાની દલીલ અદાલતે ગ્રાહ્ય રાખી છે.
જામનગરના બેડી વિસ્તારમાં ગઈ તા.૧૩ માર્ચની સાંજે એડવોકેટ હારૂનભાઈ પલેજાની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી. સમગ્ર હાલારની વકીલ આલમમાં આ હત્યાના પગલે ખળભળાટ મચી ગયો હતો. આ એડવોકેટના ભત્રીજા અને નગરસેવક નુરમામદ પલેજાએ ૧૫ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુખ્યાત સાયચા ગેંગના શખ્સો સામે ગુન્હો નોંધી આરોપીઓના સગડ દબાવ્યા હતા.
ત્યારપછી પોલીસે શરૂ કરેલા ધરપકડના દૌરમાં વારા ફરતી ૧૪ આરોપી ઝડપાઈ ગયા હતા. જ્યારે ૧૫મા આરોપી અસગર જુસબ સાયચાએ જામનગરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.
આ આરોપીએ ઉપરોક્ત ગુન્હામાં પોતાને સંડોવી દેવામાં આવ્યો હોવાની રજૂઆત જામીન અરજીમાં કરી હતી. તે અરજી ચાલવા પર આવતા સરકાર પક્ષે દલીલ કરી હતી કે, આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ લડી રહેલા વકીલની હત્યા કરવામાં આવી છે. તે ઉપરાંત હત્યાના દિવસથી આરોપી પોલીસને હાથતાળી આપી રહ્યો છે. હત્યાના કાવતરાની વિગતો તેમજ અન્ય પુરાવા માટે આરોપીની કસ્ટડી જરૂરી છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીઓની આગોતરા જામીન અરજી રદ્દ કરી છે. સરકાર તરફથી પીપી પિયુષ પરમાર હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial