Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા તંત્રને આવેદનઃ ૩૫ ખેડૂતની અદાલતમાં ફરિયાદ
ખંભાળીયા તા. ૩૦ : ખંભાળીયાના હર્ષદપુર વિસ્તારમાં ખંભાળીયા સલાયા રેલવે લાઈનનું કામ શરૂ કરાતા તથા ખેડૂતોને હેરાન કરી નુકસાન કરાતા વિશાળ સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો તથા મહિલાઓએ જિલ્લા તંત્રને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શીત કર્યો હતોે.
ગ્રામજનો દ્વારા ફરિયાદ કરાયેલ કે સલાયા રેલવે લાઈનનું કામ શરૂ થતાં ખેતરોમાં કામ ચાલુ થતાં જિલ્લા તંત્રના અધિકારી તથા ડીઆરએમ રાજકોટને રજુઆત કરવા છતાં ખેડૂતોને કોઈ જાણકારી કે નોટીસ આપ્યા વગર મશીનોથી માટીકામ, ખોદકામ શરૂ કરાયું છે.
ખેડૂતોની જમીનના ૭/૧ર તથા નકશામાં રેલવે લાઈનનો કોઈ ઉલ્લેખ નથી કે કપાતની જાણ પણ નથી. કયાંથી લાઈન નીકળતી તે પણ નક્કી થતું નથી જે રેલવે લાઈનો માટે કામ શરૂ થયું છે તેમાં માટી મોરમ બહારથી લાવવાના બદલે ખેડૂતોના ખેતરોમાંથી ઉપાડાતા ખેડૂતોની જમીનને નુકસાન થાય છે. પાકને નુકસાન તથા ખેતરની ફરતે મોટા ખાડા થતાંં આગામી ચોમાસામાં પાણી ભરાય તેવી સ્થિતિ થઈ છે.
ખેડૂતોના કાગળોમાં રાજાશાહી પછીના તમામ પુરાવા રજુ કરાયા છે પણ રેલવે તંત્ર દ્વારા રેલવે લાઈન અંગે કંઈ પુરાવા જણાવાયા નથી. આ રેલવે લાઈનનું કામ થાય છે તેની નજીકમાં જ અનેક સોસાયટીઓ, શાળાઓ, આવેલા છે જેમના આરોગ્ય જોખમાય તેમ કામ થાય છે જે કોન્ટ્રાકટરો કામ કરે છે તેના દ્વારા ખેડૂતોનું ધમકીઓ પણ આપવામાં આવતા ખેડૂતોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ભારતીય કિસાન સંઘના એમ.ડી .ચોપડા તથા પૂર્વ જિ.પં. શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ નકુમની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું.
અદાલતમાં ફરિયાદ
ખંભાળીયાના હર્ષદપુરમાં રેલવે લાઈનમાં ખેડૂતોને થતાં નુકસાન તથા હેરાનગતિ અંગે હર્ષદપુરના અગ્રણી સંજયભાઈ હરીભાઈ નકુમે જણાવેલ કે આ બાબતે ૩પ જેટલા ખેડૂતો દ્વારા દ્વારકા જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી ન્યાયની માંગ કરાઈ છે. ખેડૂતોની જમીન કપાત થઈ નથી કે નથી તેમને વળતર ચુકવાયું તો સીધી જમીન ખોદવાનું કેમ શરૂ થાય? આ મુદ્દે ૩પ જેટલા ખેડૂતો જિલ્લા કોર્ટમાં ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial