Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાલુકા ભાજપના મહામંત્રીએ ૧૧ શખ્સ સામે પોલીસમાં નોંધાવી રાવઃ
જામનગર તા. ૩૦: જામજોધપુરના સીદસરમાં ગઈકાલે ભાજપના પ્રચાર માટે આવેલા વાહનને રોકી ૧૧ શખ્સે પોસ્ટર ફાડી નાખી ધમકી આપી સ્પીકર બંધ કરાવ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. શનિવારે જામનગરમાં ભાજપ કાર્યાલય પર તોડફોડ અંગે ૧૦૦ વ્યક્તિના ટોળા સામે ગુન્હો નોંધાયા પછી ગઈકાલે જામજોધપુર પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર થયો છે.
જામનગરના યાદવનગર વિસ્તારમાં શનિવારે સાંજે ભાજપના કાર્યાલય પર ધસી ગયેલા ટોળાએ તોડફોડ મચાવ્યાનો બનાવ બન્યા પછી કલ્યાણપુરના ખીજદળમાં ભાજપના પ્રચાર રથમાં તોડફોડ કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. તે પછી ગઈકાલે જામજોધપુરના સીદસર ગામમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરતા વાહનમાં ભાંગતોડ કરાયાનો બનાવ બન્યો છે.
આગામી તા.રના દિને જામનગરમાં વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ રહી છે ત્યારે આ પ્રકારના વિરોધ પ્રદર્શનો બહાર આવી રહ્યા છે. ગઈકાલે જામજોધપુરના સીદસરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રચાર કરતા રોકવામાં આવ્યા હતા. પ્રચાર માટેના વાહનને રોકાવી તેમાં લગાડવામાં આવેલા પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા અને સ્પીકર બંધ કરાવી ૧૧ શખ્સે ધમકી આપી હતી.
આ વાહનને પાછું વાળી જામજોધપુર તરફ જવા દેવામાં આવ્યું હતું. જામનગર-દ્વારકાના ભાજપના ઉમેદવાર પૂનમબેનના પ્રચાર માટે જીજે-૧૦-ટીએક્સ ૫૨૫૦ નંબરનું વાહન નીકળળ્યું હતું. તે વાહન જ્યારે સવારે નવેક વાગ્યે સીદસરના પાદરમાં આવ્યું ત્યારે ૧૧ વ્યક્તિએ તેને રોકી લીધુ હતું.
જામજોધપુર તાલુકાના મેઘપર-આંબરડી ગામના વતની અને તાલુકા ભાજપના મહામંત્રી ભાયાભાઈ દેવાણંદભાઈ બંધીયાએ આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘનશ્યામસિંહ મનુભા વાળા, હરદેવસિંહ વિક્રમસિંહ, રવીરાજસિંહ દિલુભા, જીતેન્દ્રસિંહ નટુભા તેમજ અન્ય સાત અજાણ્યા વ્યક્તિએ પ્રચાર વાહન રોકી પોસ્ટર ફાડી નાખ્યા હતા અને સ્પીકર બંધ કરાવી ધમકી આપી હતી. પોલીસે ઉપરોક્ત ફરિયાદ પરથી ૧૧ સામે આઈપીસી ૩૪૧, ૪૨૭, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે. જામનગરના વોર્ડ નં.૬માં યાદવનગરમાં શનિવારે સાંજે તોડફોડ કરનાર ૧૦૦ વ્યક્તિના ટોળા સામે ગુન્હો નોંધાયા પછી સીદસરમાં ભાજપના પ્રચાર વાહનમાં નુકસાની સર્જવા અંગે ૧૧ સામે ગુન્હો નોંધાયો છે. તે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ખીજદળમાં પણ પ્રચાર વાહનમાં નુકસાની કરવાનો ગુન્હો પોલીસ દફતરે નોંધાઈ ચૂક્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial