Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીઆરજી અને એસટીએફનું સંયુકત ઓપરેશન
રાયપુર તા. ૩૦ : છત્તીસગઢના નારાયણપુરમાં ડીઆરજી અને એસટીએફના જવાનો અને નકસલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર દરમિયાન ચાર નકસલી ઠાર થયા છે અને ઘણાં ઘાયલ થયા છે.
છતીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં ચાર નકસલીઓને ઠાર કર્યા છે, જ્યારે ઘણાં નકસલવાદીઓ ઘાયલ થયા છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. એન્કાઉન્ટરની વિગતો શેર કરતા, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રિકટ રિઝર્વ ગાર્ડ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની સંયુકત સુરક્ષા ટીમ ઓપરેશનમાં સામેલ હતી.
નારાયણપુર-કાંકરે સરહદી વિસ્તારના અબુઝહમદમાં આજે સવારથી ડીઆરજી અને એસટીએફના જવાનો અને નકસલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અમે પુષ્ટિ કરીએ છીએ નારાયણપુર જિલ્લામાં દળો સાથે ચાલી રહેલા ઓપરેશનમાં ચાર નકસલવાદીઓ માર્યા ગયા છે અને ઘણાં લોકો ઘાયલ થયા છે સાથે જ સુરક્ષા દળોના તમામ જવાનો સુરક્ષિત છે.
આ પહેલા પ એપ્રિલે છતીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નકસલવાદી માર્યો ગયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે ડિસ્ટ્રીકટ રિઝર્વ ગાર્ડ, બસ્તર ફાઈટર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો કિરાંદુલ પોલીસ સ્ટેશનની સરહદે આવેલા જંગલમાં નકસલ વિરોધી ઓપરેશન પર હતાં. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial