Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર મહિનાની પાંચમી તારીખના નેત્રનિદાન કેમ્પ ઉપરાંત
જામનગર તા. ૩૦ : શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ. હોસ્પિટલ, રાજકોટના સંયુકત ઉપક્રમે શરૂ સેકશન રોડ, શિવમ પેટ્રોલ પંપની પાછળ, માસ્તર સોસાયટી,- જામનગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન રવિવાર તા. પ-પ-ર૪ ના સવારે ૯ થી ૧ર વાગ્યા દરમ્યાન કરવામાં આવેલું છે. આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરૂ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત ડોકટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આ વિનામૂલયે શ્રી સદગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. તથા વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશશન થયા બાદ દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બીપીની તપાસનો કેમ્પ પણ રખેલ છે. તેમજ દાંતના દર્દો માટે ડો. કુંજલબેન પટેલ તથા ડો. વૈશાલીબેન વાજા તેમની સેવા આપશે. તો ઉપરોકત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરે છે. દર મહિનાની પ તારીખે ઉલ્લેખનિય છે કે નેત્ર નિદાન કેમ્પ નિશ્ચિત હોય છે. તેમજ રાજકોટ જનાર દર્દીને શક્તિપીઠમાં જમાડીને મોકલવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial